તાઈવાન અને જાપાન બાદ શુક્રવારે અમેરિકામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં આવ્યો હતો. તેનું કેન્દ્ર પૃથ્વીથી 10 કિમી નીચે હતું. જાનમાલના નુકસાન અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. અહેવાલો અનુસાર, ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.