પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને કલકત્તા હાઈકોર્ટે મોટું પગલું ભર્યું છે. હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપવાનો પણ આદેશ આપ્યો છે.
જણાવી દઈએ કે સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર થયેલા હુમલાની સીબીઆઈ પહેલાથી જ તપાસ કરી રહી છે. હવે વધુ 2 કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.
કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવામાં આવશે
કોર્ટે કહ્યું કે CBI સંદેશખાલી સંબંધિત ફરિયાદો માટે નવું ઈમેલ આઈડી જારી કરે. આ તમામ ફરિયાદોની તપાસ કોર્ટની દેખરેખ હેઠળ થશે. કોર્ટે કહ્યું, “એમાં કોઈ શંકા નથી કે કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અમારું માનવું છે કે રાજ્યએ પણ એજન્સીને સહકાર આપવો જોઈએ. સીબીઆઈ રિપોર્ટ દાખલ કરશે અને જમીન હડપની પણ તપાસ કરશે. કોર્ટ તપાસ કરશે. સમગ્ર કેસની વિગતવાર તપાસ કરવામાં આવશે.