દિલ્હી લિકર પોલિસી કેસ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં BRS નેતા કે.કવિતાની મુશ્કેલી ઓછી થઇ રહી નથી.દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કે.કવિતાને સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દિધી છે.રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ એક્સાઇઝ કેસમાં BRS નેતા કવિતાને 15 એપ્રિલે સવારે 10 વાગ્યા સુધી CBI કસ્ટડીમાં મોકલવાના આદેશ કર્યા છે.