ઇઝરાયેલ પર હમાસના હુમલા બાદ શરૂ થયેલા યુદ્ધ વચ્ચે હિઝબુલ્લાહે શુક્રવારે ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાએ એક સાથે 40 થી વધુ રોકેટ ગાલીલીના ઉત્તરીય પ્રદેશ પર છોડ્યા હતા અને આ રોકેટ હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. લેબનોનમાં ઈરાનના હિઝબુલ્લાહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ઉત્તરી ઈઝરાયેલમાં ઈઝરાયેલી આર્મી આર્ટિલરીને નિશાન બનાવીને ડઝનબંધ રોકેટ છોડ્યા હતા. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ રોકેટ હુમલાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે કોઈને ઈજા થઈ નથી. IDF વોર રૂમે હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે. બીજી તરફ લેબનોનમાં થયેલા રોકેટ હુમલા બાદ અમેરિકા વધુ સતર્ક થઈ ગયું છે. અમેરિકન અધિકારીએ કહ્યું છે કે ઈરાની હુમલાના ભય વચ્ચે અમેરિકા મધ્ય પૂર્વમાં વધારાના સૈનિકો મોકલી રહ્યું છે.
લગભગ 40 રોકેટ લેબનોનથી ઉત્તરી ઇઝરાયેલમાં છોડવામાં આવ્યા હતા, IDF એ જણાવ્યું હતું કે, જેમાંથી કેટલાક આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાશ પામ્યા હતા જ્યારે અન્ય ખુલ્લા વિસ્તારોમાં અસરગ્રસ્ત થયા હતા અથવા લેબનોનની અંદર પડ્યા હતા. ઘટના દરમિયાન સાયરન વાગતી રહી. અગાઉ, IDFએ કહ્યું હતું કે એર ડિફેન્સે ઉત્તરી ઇઝરાયેલમાં હિઝબોલ્લાહ દ્વારા શરૂ કરાયેલા બે વિસ્ફોટક ભરેલા ડ્રોનને તોડી પાડ્યા હતા.
બીજી તરફ લેબનોનમાં થયેલા રોકેટ હુમલા બાદ અમેરિકા વધુ સતર્ક થઈ ગયું છે. અમેરિકન અધિકારીએ કહ્યું છે કે ઈરાની હુમલાના ભય વચ્ચે અમેરિકા મધ્ય પૂર્વમાં વધારાના સૈનિકો મોકલી રહ્યું છે. પરંતુ ગલ્ફ રાજ્યોએ અમેરિકા માટે એક નવી સમસ્યા ઊભી કરી છે. કુવૈત અને કતારે યુનાઇટેડ સ્ટેટ્સને ચેતવણી આપી છે કે તેઓ ઇરાન પર હુમલો કરવા માટે તેમની જમીન પરના સૈન્ય મથકોનો ઉપયોગ કરવા દેશે નહીં. તમને જણાવી દઈએ કે ગલ્ફ દેશમાં અમેરિકાનું એક વિશાળ સૈન્ય મથક છે જ્યાં લગભગ 40 હજાર સૈનિકો તૈનાત છે.
સોર્સ – હિન્દુસ્તાન સમાચાર