હોશિયારપુર ખાતે ચૂંટણી સભા સંબોધી જેમાં તેમણે વિકસીત ભારત અંગે વાત કરી હતી અને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા.પંજાબના હોશિયારપુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતા કહ્યું, “મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, ‘આ સમય છે,આ જ યોગ્ય સમય છે’.આજે ફરી કહું છું કે 21મી સદી ભારતની હશે.છેલ્લા 10 વર્ષમાં ભારતે જે વિકાસ કર્યો છે તે અભૂતપૂર્વ છે,આજે જ્યારે પંજાબના લોકો વિદેશ જાય છે ત્યારે તેઓ પોતે જ જુએ છે કે જ્યારે ત્યાં ભારત અને ભારતીયો માટે કેટલું સન્માન વધ્યું છે. આવુ ત્યારે જ શક્ય બને જ્યારે દેશમાં સ્થિર અને દમદાર સરકાર હોય.
વડાપ્રધાન મોદીએ કહ્યું,”ભાજપ ‘વિરાસતની સાથે સાથે વિકાસ’ના મંત્રને અનુસરી રહી છે.જ્યારે અફઘાનિસ્તાનમાં કટોકટી આવી ત્યારે આપણા શીખ ભાઈ-બહેનો ત્યાં રહેતા હતા.તેમણે લડાઈ લડી હતી.આપણા ગુરુદ્વારા ત્યાં હતા.જ્યારે વધુ ખતરો ઉભો થયો ત્યારે આપણે ગુરૂગ્રંથ સાહેબને ખૂબ જ સન્માન સાથે મસ્તક પર પધરાવી અદબ સાથે ભારત લાવવામા આવ્યો હતો. એટલુ જ નહી સાહિબજાદોના બલિદાનને શ્રદ્ધા પૂર્વક નમન કરવા સાથે ભાવિ પેઢીની પ્રેરણા માટે 26 ડિસેમ્બરે વીર બાળ દિવસ ઉજવવાનું નક્કી કર્યું,
નરેન્દ્ર મોદીએ કહ્યું આ ચૂંટણીની દોડમાં અમારી સરકાર એક ક્ષણ પણ બગાડતી નથી.સરકાર બનતાની સાથે જ રક્ષણ કોઈને છીનવા દેશે નહીં..મારા આ પ્રયાસથી કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધનના સભ્યો પણ નારાજ છે. તેમનો સમગ્ર ટ્રેક રેકોર્ડ SC-ST, OBC ની અનામત છીનવી લેવાનો છે..તેઓ દલિતો અને પછાત વર્ગોની અનામત છીનવીને બંધારણની ભાવના,બાબા સાહેબ આંબેડકરની ભાવનાનું અપમાન કરી રહ્યા છે.તેઓ માત્ર મુસ્લિમોને આપવા માંગે છે.મોદીએ તેમના સૌથી મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.તેથી જ તેઓ ગુસ્સે છે અને સતત મોદીને અપશબ્દો બોલી રહ્યા છે.”
#WATCH होशियारपुर, पंजाब: प्रधानमंत्री नरेंद्र मोदी ने जनसभा को संबोधित करते हुए कहा, “मैंने लाल किले से कहा था, ‘यही समय है, सही समय है’। आज फिर कह रहा हूं 21वी सदी भारत की सदी होगी। पिछले 10 साल में भारत ने जो विकास करके दिखाया है वो अभूतपूर्व रहा है। आज जब पंजाब के लोग, दूसरे… pic.twitter.com/kpvy3J4nQ8
— ANI_HindiNews (@AHindinews) May 30, 2024