છેલ્લા કેટલાક દિવસોથી મોટી દુર્ઘટનાઓ દેશના વિવિધ પ્રદેશોમાથી સામે આવી રહી છે.જેમાં ગુજરાતના રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ,વડોદરા હરણી નાવ દુર્ઘટના,દિલ્હી બેબીકેર માં આગ ઘટનાઓ બની છે,ત્યારે હવે જમ્મુ-કાશ્મીરમાં એક યાત્રિકોને લઈ હાથરસથી શિવાઘોડી જઈ રહેલી બસ 150 ફૂટ ઉંડી ખીણમા ખાબકી હતી.
આ બસ દુર્ઘટનામાં મળી રહેલી માહીતી મુજબ15 લોકોના મોત થયા છે.તો 40 જેટલા લોકો ઈજાગ્રસત થયા છે.બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.જોકે મૃત્યુનો આંક વધવાની શક્યતાઓ છે.બનાવની વિગત જોઈએ તો યાત્રાળુઓને લઈને જતી ખાનગી બસને આ અકસ્માન નડયો અને લપસી પડતા તે ઉંડી ખીણમાં પડી હતી.જોકે ચોક્કસ કારણ હતુ જાણવા મળી રહ્યુ નથી.
ભયાવહ અકસ્માત રાજૌરી જિલ્લામા થયો હતો.જાણ થતા જ પાલીસ તેમજ બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.ઈજાગ્રસ્તોને સરકારી તેમજ જમ્મુની અખનૂર હોસ્પિટલમા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
#WATCH जम्मू-कश्मीर: परिवहन आयुक्त राजिंदर सिंह तारा ने कहा, “बस शिव खोरी की ओर जा रही थी। यहां कट बहुत सामान्य है, यहां कोई दिक्कत नहीं होनी चाहिए थी लेकिन शायद ड्राइवर को नींद आ गई थी…बस मुड़ने के बजाय सीधे चली गई और फिर नीचे गिर गई…इस दुर्घटना में करीब 15 लोग की मृत्यु हुई… https://t.co/gQgy5ZA61w pic.twitter.com/7YOq9OIO0X
— ANI_HindiNews (@AHindinews) May 30, 2024