ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં પ્રવેશે થોડા દિવસ પછી ઉતર-પૂર્વમાં આવે અને પાંચ જૂન સુધીમાં દેશના મોટાભાગના વિસ્તાર આવરી લે છે
ગુજરાતમાં ચોમાસાને લઇ મહત્વની ટાઇમલાઇન
ગુજરાતમાં ચોમાસાના આગમનને લઇ ટાઇમલાઇન જાહેર કરાઇ છે. ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસું બેસે તેવી પ્રબળ શક્યતા છે. મધ્ય અને ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસું વરસાદ થશે. કચ્છ જિલ્લામાં 24થી 30 તારીખ સુધીમાં ચોમાસું વરસાદ થશે. ખાસ કરીને રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે આ સિઝનમાં 106 ટકા વરસાદ થાય તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં સમયસર ચોમાસું બેસવા માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું.