લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર પડઘમ આજે 30 મે ને ગુરૂવારે સાંજથી શાંત થયા છે.ત્યારે ચૂંટણી પ્રચાર અભિયાન પૂર્ણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધ્યાન માટે કન્યાકુમારી પહોંચ્યા જ્યા ભગવતી અમ્માન મંદિરમાં તેમણે પૂજા-અર્ચના કરી હતી.નોંધનિય છે કે તેઓ 30 મે થી 1લી જૂનની સાંજ સુધી ધ્યાન કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ સ્થળ ધ્યાન મંડપમ ખાતે ધ્યાન કરશે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું.
દેશભરમાં જોરશોરથી પ્રચાર કરીને મતદારોના આશીર્વાદ લેનાર ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા અને કેન્દ્રના સૌથી મોટા સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કન્યાકુમારી પહોંચ્યા હતા.
સામાન્ય ચૂંટણીના છેલ્લા અને સાતમા તબક્કાનો પ્રચાર 30 મે ના ગુરુવારે સાંજે સમાપ્ત થયો. દેશભરમાં જોરશોરથી પ્રચાર કરીને મતદારોના આશીર્વાદ લેનાર ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા અને કેન્દ્રના સૌથી મોટા સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે કન્યાકુમારી પહોંચ્યા.તે પહેલા ભાજપે તેના ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજના કન્યાકુમારી કાર્યક્રમને શેર કર્યો.
વડાપ્રધાન મોદીએ આ વખતે સામાન્ય ચૂંટણીમાં 400 વોટને પાર કરવાના સંકલ્પને પૂરો કરવા માટે દેશમાં જોરશોરથી પ્રચાર કરીને મતદારોના આશીર્વાદ લીધા ,પંજાબના હોશિયારપુરમાં મતદારોના આશીર્વાદ લીધા બાદ તેઓ કન્યાકુમારી જવા રવાના થયા હતા.
– 1 જૂન સાંજ સુધી ધરશે ધ્યાન
વડાપ્રધાન મોદી આજે તમિલનાડુના કન્યાકુમારીમાં સાંજે 5.15 વાગ્યે ભગવાનની પૂજા કરી હતી.
કન્યાકુમારીમાં,પીએમ મોદી ભગવતી અમ્માન મંદિરમાં દર્શન અને પૂજા કરી. અહીં વડાપ્રધાન સ્મારક રોક મેમોરિયલમાં ધ્યાન કરશે.તેઓ આજે સાંજથી 1 જૂનની સાંજ સુધી ધ્યાન મંડપમાં ધ્યાન કરશે.
– કન્યાકુમારી જ કેમ ?
સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા 1893 માં શિકાગો ગયા હતા અહી તેમણે ભાષણ આપ્યું હતું જેનો પડઘો આખી દુનિયામાં સંભાળ્યો હતો તેથી મહત્વની વાત એ છે કે આ એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે દેશવ્યાપી પ્રવાસ બાદ ત્રણ દિવસ સુધી ધ્યાન કર્યું હતું.અહીં જ તેમણે વિકસિત ભારતનું સ્વપ્ન જોયું હતું.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी ने तमिलनाडु के कन्याकुमारी में भगवती अम्मन मंदिर में प्रार्थना की।
वे 30 मई की शाम से 1 जून की शाम तक ध्यान करेंगे।
प्रधानमंत्री नरेंद्र मोदी उसी स्थान पर ध्यान(ध्यान मंडपम में) करेंगे, जहां स्वामी विवेकानंद ने ध्यान किया था। pic.twitter.com/pBwtdPBbL6
— ANI_HindiNews (@AHindinews) May 30, 2024