ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સ્તંભો અને દિવાલો પર ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, પરશુરામ, શિવ અને હનુમાનજીની ઉપસી આવતી આકૃતિ વાળી પ્રતિમાઓ મળી આવી છે.
હાઈલાઈટ્સ
ભોજશાળાના ASI સર્વેને 70 દિવસ પૂર્ણ થયા
ભોજશાળાના ઉત્તર ભાગમાં એક થાંભલાના અવશેષો મળી આવ્યા
4 જુલાઇએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો રહેશે
ભોજશાળા એ સરસ્વતી માતાનું મંદિર છે
મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળાના ASI સર્વેને 70 દિવસ પૂર્ણ થયા છે. સર્વેની કામગીરી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ સનાતન ધર્મની છાપ સ્પષ્ટપણે સામે આવી રહી છે. સર્વેક્ષણના 70મા દિવસે તપાસ ટીમને ભોજશાળાના ઉત્તર ભાગમાં એક થાંભલાના અવશેષો મળી આવ્યા હતા.
અત્યાર સુધી ગર્ભગૃહ, યજ્ઞકુંડના દક્ષિણ ભાગ અને ઈમારતના ઉત્તર ભાગમાંથી પણ માટી કાઢવામાં આવી છે. ભોજશાળાના ગર્ભગૃહમાંથી પ્રાચીન દિવાલ પર ચિત્રો પણ મળી આવ્યા છે, જેની સફાઈ કર્યા બાદ વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફ કરવામાં આવ્યા છે. સર્વે ટીમને એક થાંભલાનો જૂનો ટુકડો પણ મળી આવ્યો હતો જેની લંબાઈ 2X2 છે. જણાવી દઈએ કે, અગાઉ સર્વેક્ષણના 55મા દિવસે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને સ્તંભો અને દિવાલો પર ભગવાન શ્રી રામ, શ્રી કૃષ્ણ, પરશુરામ, શિવ અને હનુમાનની મૂર્તિઓ મળી આવી હતી. નિષ્ણાતોએ થાંભલાઓ અને દિવાલોને સાફ કર્યા પછી, આ આકૃતિઓ સ્પષ્ટપણે દેખાતી હતી. ગર્ભગૃહની બરાબર સામે એક સ્તંભ પર ભગવાન રામ-કૃષ્ણ, પરશુરામ અને ભગવાન શિવની આકૃતિઓ જોવા મળતી હતી.
4 જુલાઇએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવાનો રહેશે
જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેંચના આદેશ બાદ ASI છેલ્લા બે મહિનાથી ભોજશાળાનો સતત સર્વે કરી રહ્યા છે. સર્વેક્ષણનો સમય પૂરો થતાં હાઇકોર્ટે ASIને વધારાનો 4 અઠવાડિયાનો સમય આપ્યો હતો. હવે 4 જુલાઈએ તપાસ એજન્સીએ પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો છે.
ભોજશાળા સરસ્વતી મંદિર છે
ભોજશાળા જ ‘સરસ્વતી મંદિર’ હોવાનો ભૂતપૂર્વ પુરાતત્વવિદ્ કે.કે મુહમ્મદે દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ભોજશાળા, જેને મુસ્લિમ પક્ષ ‘કમાલ મસ્જિદ’ કહે છે, તે વાસ્તવમાં મસ્જિદ નહીં પરંતુ સરસ્વતી મંદિર હતી. પરંતુ બાદમાં ઇસ્લામવાદીઓએ તેને ઇસ્લામિક ધર્મસ્થાનમાં ફેરવી દીધું.
કે.કે મુહમ્મદે કહ્યું કે ધાર સ્થિત ભોજશાળા વિશે એ એક ઐતિહાસિક તથ્ય છે કે તે સરસ્વતી મંદિર હતું. બાદમાં તેને મસ્જિદ બનાવવામાં આવી હતી. નોંધનીય છે કે હિન્દુ સમુદાય સતત દાવો કરે છે કે અહીં ક્યારેય કોઈ મસ્જિદ નહીં પરંતુ માતા સરસ્વતીનું મંદિર હતું.