વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલ કમિટીમાં 45 કલાકનું ધ્યાન શરૂ કર્યું છે. તેઓ 1 જૂન સુધી અહીં ધ્યાન સમાધીમાં રહેશે. સ્વામી વિવેકાનંદે 1892માં આ ઐતિહાસિક સ્થાન પર ધ્યાન કર્યું હતું.
હાઈલાઈટ્સ
કન્યાકુમારીમાં PM મોદીનું 45 કલાકનું ધ્યાન શરૂ
PM મોદી 1 જૂન સુધી રહેશે ધ્યાન સમાધીમાં
કન્યાકુમારીના વિવેકાનંદ રોક મેમોરિયલ કમિટીમાં ધ્યાન શરુ
45 કલાક સુધી રહેથે ધ્યાન સમાધીમાં
લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના પ્રચારની પૂર્ણાહૂતી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 મેના રોજ સાંજે કન્યાકુમારી પહોંચ્યા હતા. તેઓ પહેલા ભગવતી અમ્માન દેવી મંદિર ગયા અને અહીં પૂજા કરી. આ સમય દરમિયાન તેમણે સફેદ મુંડુ (દક્ષિણ ભારતમાં લુંગી જેવું પહેરવામાં આવતું વસ્ત્ર) પહેર્યું હતું. ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કર્યા બાદ મોદી સાંજે 6.45 કલાકે ધ્યાન પર બેઠા હતા. તે આગામી 45 કલાક સુધી ધ્યા અવસ્થામાં રહેશે. આ 45 કલાકમાં તેઓ માત્ર નાળિયેર પાણી પર જ રહેશે અને આ સમય દરમિયાન અન્નનો એક પણ દાણો લશે નહીં.
વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કન્યાકુમારીમાં બહુસ્તરીય સુરક્ષા કોર્ડન બનાવવામાં આવ્યું છે. આમાં 2 હજાર પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય તમિલનાડુ પોલીસ, કોસ્ટ ગાર્ડ અને નેવીનું કોસ્ટલ સિક્યોરિટી ગ્રુપ પણ સુરક્ષા માટે તૈનાત છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કન્યાકુમારીમાં જે જગ્યાએ 45 કલાક ધ્યાનની શરૂઆત કરી હતી, તે જ જગ્યા હતી જ્યાં 24, 25 અને 26 ડિસેમ્બર 1892ના રોજ સ્વામી વિવેકાનંદે ધ્યાન કર્યું હતું. આ સ્મારક 1963માં સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દી પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર એકનાથ રાનડેના નેતૃત્વમાં વિવેકાનંદ રોક મેમોરિયલ કમિટી દ્વારા બંધાવવામાં આવ્યું હતું.
હિન્દુસ્તાન સમાચાર