સાતમા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર મતદાન થશે. તેમાં ઉત્તર પ્રદેશની 13, બિહારની 8, ઓડિશાની 6, ઝારખંડની 3,પંજાબ 13,હિમાચલ પ્રદેશની 4,પશ્ચિમ બંગાળની 9 અને ચંદીગઢની 1 બેઠક
સાતમા તબક્કાનું મતદાન 1 જૂને
8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 બેઠકો પર મતદાન થશે
પીએમ મોદી ,કેન્દ્રીય મંત્રી સહિત બોલીવુડ સ્ટાર પણ મેદાને
લોકસભાનું ચુંટણીને લઈ ને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે કુલ 57 બેઠકો પર મતદાન થશે કુલ 904 ઉમેદવારો મેદાનમાં રહેશે.સાતમા તબક્કામાં પીએમ મોદી વારાણસી બેઠક પરથી ઉમેદવાર છે આ સિવાય અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળની ડાયમંડ હાર્બર સીટ પરથી અને લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતી પાટલીપુત્ર સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે,ત્યારે બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પહેલીવાર હિમાચલ પ્રદેશમાં મંડીથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂવાત કરવા જઇ રહી છે,તેની ભાજપ નેતા અનુરાગ ઠાકુર હમીરપુર સીટ ઉમેદવાર છે
સાતમ તબક્કામાં કોણ છે હરીફાઈમાં ?
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
3 કેન્દ્રીય મંત્રી
અનુરાગ ઠાકુર
રવિશંકર પ્રસાદ
આર.કે.સિંહ - 4 બોલીવુડ સ્ટાર
રવિ કિશન
પવન સિંહ
કંગના રનૌત
કાજલ નિષાદ - 2019 માં સાતમાં તબક્કાનું પરિણામ
ભાજપ -25 બેઠક
કોંગ્રેસ -8 બેઠક
JDU -3 બેઠક
BJD -2 બેઠક
JMM -1 બેઠક
TMC – 9 બેઠક
AAP – 1 બેઠક
શિરોમણી અકાલી દળ -2 બેઠક
આપના દળ -2 બેઠક