સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Meta એ લગભગ 37 ફેસબુક એકાઉન્ટ, 13 પેજ અને 9 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને 5 ગ્રૂપ હટાવ્યા છે. આ એકાઉન્ટ ધારકો પર પ્રાયવસીનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. આ એકાઉન્ટોનું કનેક્શન ચીન સાથે હોવાનું જાણવા મળ્યું છે. આ એકાઉન્ટો પરથી છેલ્લા ઘણા સમયથી ભારત વિરુદ્ધ પોસ્ટો કરવામાં આવતી હતી.
હાઈલાઈટ્સ
Metaની મોટી કાર્યવાહી
37 ફેસબુક એકાઉન્ટ, 13 પેજ કર્યા બ્લોક
9 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને 5 ગૃપ પણ કર્યા બ્લોક
ચીનથી ચલાવવામાં આવી રહ્યા એકાઉન્ટ
ભારત વિરોધી થતી હતી પોસ્ટ
મેટા દ્વારા આપવામાં આવેલ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવેલ છે. ભારત સહિત વૈશ્વિક ઇન્ટરનેટ યુઝર્સને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ સાથે, તેમની પાસેથી ઘણા ક્રોસ ઈન્ટરનેટ કૈંપેન કનેક્શન પણ જાણવા મળ્યું હોવાથી મેટા દ્વારા આવા યુઝર્સના એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે.
મેટાએ તેના અહેવાલમાં AI જનરેટેડ એટેક અંગે ચિંતા વ્યક્ત કરી છે. AI દ્વારા બનાવવામાં આવેલા ફોટા, વીડિયો અને સમાચારોનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ઘણા નકલી કૈંપેન શરૂ કરવામાં આવ્યા હતા. નકલી પ્રોફાઇલનો ઉપયોગ ઇન્ટરનેટ પર નકલી કૈંપેન ચલાવવા માટે થાય છે. આ એકાઉન્ટ્સ જનરેટિવ એડવર્સરિયલ નેટવર્ક (GAN) દ્વારા જનરેટ કરવામાં આવે છે, જે તેમની પાછળ કોણ છે તે શોધવાનું મુશ્કેલ છે.
આ તમામ પોસ્ટ માટે ચીનનું નેટવર્ક જવાબદાર છે. આ પ્રવૃત્તિઓ દ્વારા વિશ્વભરના શીખ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા. જેમાં ભારત, કેનેડા, પાકિસ્તાન, યુકે, ઓસ્ટ્રેલિયા, નાઈજીરીયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે.
આ પોસ્ટ્સ X (અગાઉ ટ્વિટર) અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવી રહી હતી. એટલું જ નહીં આ દરમિયાન ખાલિસ્તાનીઓને સમર્થન કરતી પોસ્ટ પણ જોવા મળી હતી. આ એકાઉન્ટ યુઝર્સને ગેરમાર્ગે દોરવા માટે બનાવવામાં આવ્યા હતા.
મેટાએ જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન (EU) સંસદીય ચૂંટણીઓ અને યુક્રેનને આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી મળી રહેલ સમર્થનને લઈને ચાલી રહેલી ચર્ચાને નબળી બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. EU સંસદીય ચૂંટણીઓ સંબંધિત ચર્ચા વિદેશી ધમકીઓ પર કેન્દ્રિત હતી. આમાં ડોપલગેન્જરનો પણ સમાવેશ થાય છે. હાલમાં, Meta એ EU સંબંધિત નકારાત્મક કૈંપેન અને ખોટા કંટેન્ટને હટાવી દીધી છે. આ ઉપરાંત ક્રોએશિયા, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ અને ઈટાલી સાથે સંબંધિત કન્ટેન્ટ પણ હટાવી દેવામાં આવ્યું છે.
આ સાથે મેટાએ યુક્રેનને મળી રહેલ આંતરરાષ્ટ્રીય સમર્થનને નબળું પાડવા માટે ચલાવવામાં આવી રહેલા કૈંપેનને બ્લોક કરી દીધું છે. મેટા એ પણ કહે છે કે તેમને યુક્રેન વિરુદ્ધ અભિયાન ચલાવતી સ્પૂફ વેબસાઈટની કોઈપણ સમાચાર મીડિયા અથવા સરકારી એજન્સીની કોઈ લિંક મળી નથી.