લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી ચાલી રહ્યું છે. સાતમા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 લોકસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.
લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી ચાલી રહ્યું છે. સાતમા તબક્કામાં સાત રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 57 લોકસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં બિહાર, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. હવે બે કલાકમાં મતદાનની ટકાવારી બહાર આવી છે. 9 વાગ્યા સુધી 11.31% મતદાન થયું હતું.
રાજ્યોમાં મતદાનની ટકાવારી
યુપી- 12.94%
ઓડિશા- 7.69%
ચંદીગઢ- 11.64%
ઝારખંડ- 12.15%
પંજાબ- 9.64%
પશ્ચિમ બંગાળ- 12.63%
બિહાર- 10.58%
હિમાચલ પ્રદેશ- 14.35%