AI બાદ હવે AI ટીચરે પણ ભારતમાં એન્ટ્રી કરી લીધી છે. મળો ‘આઈરિસ’, આસામ અને ઉત્તર-પૂર્વ ભારતના પ્રથમ AI શિક્ષિકા, જે ગુવાહાટીની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોના જવાબ પળવારમાં આપે છે. AI શિક્ષિકાએ આસામના પરંપરાગત ‘મેખલા ચાદર’ અને ઝવેરાત પહેર્યા છે.
હાઈલાઈટ્સ
- આસામમાં પ્રથમ AI શિક્ષિકાની એન્ટ્રી
- AI શિક્ષિકાનું નામ ‘આઈરિસ’ છે
- વિદ્યાર્થીઓના દરેક પ્રશ્નનો જવાબ પળવારમાં આપે છે
- આ AI ટીટર NITI આયોગ દ્વારા વિકસાવવામાં આવી છે
આસામ અને ઉત્તર-પૂર્વ ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શિક્ષિકા આઈરિસની એન્ટ્રી થઈ ગઈ છે. પરંપરાગત મેખલા ચાદર અને આભૂષણોથી સજ્જ AI શિક્ષિકા પાસે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપવામાં અને વિગતવાર ખુલાસો આપવામાં મદદ કરવા માટે એક વોઈસ કંટ્રોલ આસિસ્ટન્ટ છે. જણાવી દઈએ કે રોબોટને મેકરલેબ્સ એજ્યુ-ટેકના સહયોગથી વિકસાવવામાં આવી છે. આ પ્રોજેક્ટ નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.
AI શિક્ષકની આ વિશેષતા છે
પ્રશ્નો કોર્સ સંબંધિત હોય કે અન્ય કોઈ વિષય પર, ‘આઈરિસ’ ઉદાહરણો સાથે તરત જ જવાબ આપવા માટે સક્ષમ છે. શાળાના વિદ્યાર્થીઓમાં પણ આઇરિસની ઉત્સુકતા જોવા મળે છે. જણાવી દઈએ કે આઈરિસ પાસે વોઈસ કંટ્રોલ આસિસ્ટન્ટ છે જે વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપવામાં અને વિગતવાર ખુલાસો આપવામાં મદદ કરે છે. આ રોબોટ NITI આયોગ દ્વારા શરૂ કરાયેલ અટલ ટિંકરિંગ લેબ (ATL) પ્રોજેક્ટ હેઠળ MakerLabs Edu-Tech સાથે મળીને વિકસાવવામાં આવ્યો છે.
In a groundbreaking move, a school in Assam’s Guwahati has introduced ‘Iris’, Northeast’s first humanoid AI teacher. It has been developed in collaboration with Makerlabs Edu-tech under a project initiated by NITI Aayog.#AmritMahotsav #TrendingTales #Ashtalakshmi… pic.twitter.com/Y5N576RHdk
— Amrit Mahotsav (@AmritMahotsav) May 27, 2024
વિદ્યાર્થીઓના દરેક પ્રશ્નોના જવાબ આપ્યા
આઇરિસ આસામની પ્રથમ AI શિક્ષક છે. તેના લોન્ચિંગ દરમિયાન, આઇરિસે તરત જ વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્કૂલના એક શિક્ષકના જણાવ્યા અનુસાર, આઇરિસના જવાબે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જગાવી હતી.