વડાપ્રધાન નરેન્દ્ર મોદી 45 કલાક માટે કન્યાકુમારી સ્થિત રોક મેમોરિયલ ખાતે ધ્યાનમા બેઠા તેનો આજે બીજો દિવસ છે. જેમા આજે શનિવારે સવારે તેમણે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરી હતી.તો વળી સ્વામી વિવેકોનંદની પ્રતિમા પર પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા.ને હાથમાં માળા લઈ મંડિકની પ્રદક્ષિણા કરી હતી.
આજે કન્યાકુમારી ખાતે રોક મેમેરિયલમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાનો આજે બીજો દિવસ છે.આ અંગે અધિકારી અનુસાર વડાપ્રધાન મોદીએ સૂર્ય નમસ્કારથી દિવસનની શરૂઆત કરી હતો.જેમાં પ્રથમ વહેલી સવારે તેમણ ભગવાન સૂર્યનારાયણને જળ થકી અર્દ્ય અર્પણ કર્યુ હતુ.ત્યાર પછી સ્વામી વિવેદાનંદની પ્રતિમાને માલ્યાપ્રણ કર્યુ હતુ.તો હાથમા માળા લઈ મંડિકની પ્રદક્ષિણા કરી હતી.અને દોઢ વાગ્યે તેમણે ધ્યાન સંપન્ન કર્યુ હતુ.આ વખતે વડાપ્રધાન મોદીએ ભગવા વસ્ત્ર ધારણ કર્યા હતા.
નોંધનિય છે કે કન્યાકુમારી ત્યાના સૂર્યોદય અને સૂર્યાસ્ત માટે પ્રસિદ્ધ છે.અને રોક મેમોરિયલ રિયલ દરિયા કિનારે એક નાના ટાપુ પર બનાવવામા આવ્યુ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 મે ના રોજ સાજે વિવેકાનંદ રોક મેમોરિયલ ખાતે ધ્યાન શરૂ કર્યુ હતુ.તે આજે શનિવારે બપોરે પૂર્ણ કર્યુ છે.
આજથી 131 વર્ષ પહેલા જ્યારે સ્વામી વિવેકાનંદ 1892 માં કન્યાકુમારી આવ્યા હતા ત્યારે તેમણે સમુદ્રી શિલા પર ધ્યાન કરી જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતુ તે જ સ્થળં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધ્યાન કર્યુ છે.