લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા ચાલુ છે. ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા મતદારોને ધમકાવવા અને બોમ્બ ધડાકાની ઘટનાઓ સામે આવી છે.
હાઈલાઈટ્સ
- સંદેશખાલીમાં ટીએમસીના ગુંડાઓનો આતંક યથાવત
- પથ્થરમારાને કારણે ANIનો પત્રકાર ઈજાગ્રસ્થ
- ટીએમસીના ગુંડાઓ દ્વારા પથ્થરમારો
- ભાજપના કાર્યકરો-સમર્થકો પર પણ હુમલો
લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કા માટે મતદાન ચાલી રહ્યું છે. ત્યારે પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા ચાલુ છે. ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા મતદારોને ધમકાવવા અને બોમ્બ ધડાકાની ઘટનાઓ સામે આવી છે, જ્યારે પશ્ચિમ બંગાળની જયનગર લોકસભા બેઠક પર મતદાન દરમિયાન ટીએમસીના ગુંડાઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાને કારણે ANIના એક પત્રકારને ગંભીર ઈજાઓ થઈ છે, તેને કોલકાતાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સંદેશખાલીથી ભાંગર સુધી ટીએમસી બોમ્બર્સની ગેરરીતિઓ પ્રકાશમાં આવી રહી છે.
TMC-BJP કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાને કારણે પત્રકાર બંટી મુખર્જીને માથામાં વાગ્યુ
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના મતદાનને કવર કરી રહેલા પત્રકાર બંટી મુખર્જીનું માથું પથ્થરમારાને કારણે તૂટી ગયું હતું. ANI સાથે જોડાયેલા બંટી મુખર્જી જયનગર લોકસભા સીટમાં આવતા કેનિંગ વિસ્તારમાં હતા. ત્યારબાદ તેઓ ભાજપના કાર્યકરોને નિશાન બનાવતા ટીએમસીના ગુંડાઓ દ્વારા પથ્થરમારાના હુમલાની નીચે આવ્યા હતા. તેમને ગંભીર હાલતમાં કોલકાતાની મેડિકા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
A stringer associated with ANI, Bunty Mukherjee suffered a severe head injury when a stone pelting occurred in a clash between TMC and BJP workers in Canning, under Jaynagar Lok Sabha constituency of West Bengal. The stringer was covering the last phase of Lok Sabha Elections… pic.twitter.com/lXtE5I2TUc
— ANI (@ANI) June 1, 2024
સંદેશખાલીમાં ટીએમસીના ગુંડાઓનો આતંક યથાવત
પશ્ચિમ બંગાળના બસીરહાટ લોકસભા મતવિસ્તારમાં આવતા સંદેશખાલીમાં ટીએમસીના ગુંડાઓ હજુ પણ તબાહી મચાવી રહ્યા છે. બોમ્બ ધડાકા વચ્ચે ટીએમસીના ગુંડાઓએ ભાજપના કાર્યકરો-સમર્થકો પર હુમલો કર્યો છે. મહિલાઓને દરેક ઘરમાં ઘુસીને અને ટીએમસીને વોટ કરવાની ધમકી આપીને નિશાન બનાવવામાં આવી રહી છે.
BJP worker brutally attacked by TMC goons at Sandeshkhali, West Bengal
This is the only way Mamata Banerjee knows to win elections.@ECISVEEP must ban this party. pic.twitter.com/wGoOGOq4XF
— Sunanda Roy 👑 (@SaffronSunanda) June 1, 2024