હાઈલાઈટ્સ :
ચૂંટણી પરિણામો પહેલા PMનો દેશવાસીઓને સંદેશ
દેશવાસીઓને સંકલ્પ સંદેશ આપતા બ્લોગમા લખ્યુ
મોદીએ કન્યાકુમારીમાં ધ્યાનનો અનુભવ શેર કર્યો
ભારતના ઉજ્જવળ ભવિષ્યના વિચારો ઉભર્યાની વાત
સંકલ્પ શેર કરતા તે સમયની તેમના મનની વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકસિત ભારતની વાત
PM એ આગામી 25 વર્ષનો રોડ મેપ પણ વ્યક્ત કર્યો
કન્યાકુમારી સ્થિત રોક મેમોરિયલ ખાતે 45 કલાકનુ ધ્યાન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્લોગમા ધ્યાન સમયના તેમના અનુભવો વર્ણવ્યા છેઆ બાબાત થકી સંકલ્પ શેર કરતા તેમણે તે સમયની તેમના મનની વાત કરી છે.આવો જાણીએ કે વડાપ્રધાન મોદીએ શુ વાત કરી છે.
લોકસભા ચૂંટણીના પરિણામ આવતીકાલે એટલે કે મંગળવારે આવશે. આ પહેલા પીએમ મોદીએ દેશવાસીઓના નામે લેખ શેર કર્યો છે.મતદાનના અંતિમ તબક્કા પહેલા,વડાપ્રધાન મોદીએ કન્યાકુમારીની ત્રણ દિવસની આધ્યાત્મિક મુલાકાતે ગયા,જ્યાં તેમણે ધ્યાન કર્યું. તેઓ 2 જૂનના રોજ દિલ્હી પાછા ફર્યા અને આ દરમિયાન તેમણે એક લેખ દ્વારા ધ્યાન સંબંધિત તેમના અનુભવો વર્ણવ્યા.
વડાપ્રધાન મોદીએ લખ્યુ કે,“આ સ્વાભાવિક છે કે ચૂંટણીનો ઉત્સાહ મારા દિલ અને દિમાગમાં ગુંજતો હતો. રેલીઓ અને રોડ શોમાં જોવા મળતી લોકોની ભીડ મારી નજર સમક્ષ આવી ગઈ.આપણી નારી શક્તિના આશીર્વાદ… વિશ્વાસ, સ્નેહ, આ બધું ખૂબ જ નમ્ર અનુભવ હતો. મારી આંખો ભીની થઈ રહી હતી.હું ‘સાધના’માં પ્રવેશ્યો અને પછી જોરદાર રાજકીય ચર્ચાઓ, હુમલાઓ અને વળતા હુમલાઓ, આક્ષેપો અને શબ્દોના અવાજો જે ચૂંટણીની લાક્ષણિકતા છે.આ બધું એક શૂન્યતામાં ભળી ગયું. મારી અંદર અલગતાની લાગણી જન્મવા લાગી…મારું મન બહારની દુનિયાથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ ગયું.
વડાપ્રધાને વધુમાં કહ્યું,“આટલી મોટી જવાબદારીઓ વચ્ચે આવી સાધના મુશ્કેલ છે, પરંતુ કન્યાકુમારીની ભૂમિ અને સ્વામી વિવેકાનંદની પ્રેરણાએ તેને સરળ બનાવી દીધી. હું મારી સાંસદ તરીકેની ચૂંટણી મારા કાશીના મતદારોના ચરણોમાં છોડીને અહીં આવ્યો છું. હું ભગવાનનો પણ આભારી છું કે તેણે મને જન્મથી જ આ મૂલ્યો આપ્યા. હું એ પણ વિચારી રહ્યો હતો કે સ્વામી વિવેકાનંદજીએ એ જગ્યાએ ધ્યાન કરતી વખતે શું અનુભવ્યું હશે! મારા આધ્યાત્મિક અભ્યાસનો કેટલોક ભાગ આ પ્રકારના વિચાર પ્રવાહમાં વહેતો હતો.
– ભારતના ઉજ્જવળ ભવિષ્યના વિચારો સાધનામાં ઉભર્યાઃ મોદી
PM એ કહ્યું કે આ ધ્યાનની વચ્ચે મારા મગજમાં ભારતના ઉજ્જવળ ભવિષ્ય અને ભારતના લક્ષ્યો માટે સતત વિચારો આવતા હતા. કન્યાકુમારીના ઉગતા સૂર્યે મારા વિચારોને નવી ઊંચાઈઓ આપી, સાગરની વિશાળતાએ મારા વિચારોને વિસ્તૃત કર્યા અને ક્ષિતિજના વિસ્તરણે મને બ્રહ્માંડની ઊંડી એકતાનો સતત અહેસાસ કરાવ્યો. જાણે હિમાલયની ગોદમાં દાયકાઓ પહેલા કરેલા વિચારો અને અનુભવો ફરી જીવંત થઈ રહ્યા હોય એવું લાગતું હતું.
ભારતની અસીમ અને અમર શક્તિમાં મારી શ્રદ્ધા, આદર અને આસ્થા પણ દિવસેને દિવસે વધી રહી છે. મેં છેલ્લા 10 વર્ષોમાં ભારતની આ સંભાવનાને વધુ જોયેલી અને અનુભવી છે. જે રીતે આપણે આપણી આઝાદી માટે 20મી સદીના ચોથા-પાંચમા દાયકાનો ઉપયોગ કર્યો હતો, તેવી જ રીતે આપણે 21મી સદીના આ 25 વર્ષોમાં વિકસિત ભારતનો પાયો નાખવાનો છે. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન દેશવાસીઓ માટે બલિદાન આપવાનો સમય હતો. આજનો સમય બલિદાનનો નથી પરંતુ સતત યોગદાનનો છે.
SOURCE – AAJ TAK