લોકસભા ચૂંટણી 2024 માટે લગભગ સાતેય તબક્કાની મતદાનની પ્રકિયા પૂર્ણ થઈ છે છૂટક કંયાક પુન: મતદાન યોજાયુ અને હવે 4 જૂનને મંગળવારના રોજ મતગણતરી હાથ ધરાનાર છેચતે પૂર્વે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદનુ યોજીને સમગ્રલક્ષી વિગતો આપી હતી.
લોકસભા ચૂંટણી પર મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “આપણે 642 મિલિયન મતદારોનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.આ તમામ G7 દેશોના મતદારો કરતા 1.5 ગણો અને 27 EU દેશોના મતદારો કરતાં 2.5 ગણો છે.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે આ લોકસભા ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરમાં મતદાનની ટકાવારી છેલ્લા ચાર દાયકામાં સૌથી વધુ છે.અને તે બદલ જગ્યાએ ઉભા થઈને એક પ્રકારે કર્મચારીઓને સન્માન આપ્યુ હતુ અને એ રીતે મુખ્ય ચૂંટણી કમિશનરે કર્મચારીઓને પ્રત્સાહિત કર્યા હતા.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે,”ચૂંટણી કર્મચારીઓના સાવચેતીભર્યા કાર્યને કારણે અમે ઓછા પુનઃ મતદાનની ખાતરી કરીએ છીએ – આપણે 2024ની લોકસભા ચૂંટણીમાં 39 પુનઃ મતદાન જોયું,અને 39 માંથી 25 પુનઃ મતદાન સિક્કિમ અને અરૂણચલ પ્રદેશ એમ માત્ર બે રાજ્યોમાં હતા.”જ્યારે 2019 માં 540 પુનઃ મતદાન થયું હતું.તો રાજીવ કુમારે વધુમાં કહ્યું, “આ તે સામાન્ય ચૂંટણીઓમાંથી એક છે જેમાં અમે હિંસા જોઈ નથી”એટલે કે દેશમાં ક્યાંય પણ ચૂંટણી લક્ષી હિંસા જોવા મળી નથી.
તો વળી 4 જૂન ને મંગળવારે લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવા માટે અનુસરવામાં આવેલી મતગણતરી પ્રક્રિયા વિશે માહિતી આપતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે,”સમગ્ર મતગણતરી પ્રક્રિયા સંપૂર્ણપણે મજબૂત છે. તે ઘડિયાળની ચોકસાઈની જેમ કામ કરે છે.”રાજીવ કુમારે કહ્યું, “જો ચૂંટણી પછીની હિંસા ક્યાંય પણ થાય છે, તો પ્રથમ વખત અમે નિર્ણય લીધો છે કે MCC પછી પણ કેટલાક રાજ્યોમાં અર્ધલશ્કરી દળો રહેશે.”
મહત્વની બાબાત એ છે કે પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, અમે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયા ખૂબ જ જલ્દી શરૂ કરીશું.
તો કેન્દ્રીય ગૃહમંત્રીએ ડીએમ/આરઓ એટલે રિટર્નિંગ ઓફિસરને ફોન કર્યા હોવાના કોંગ્રેસના નેતા જયરામ રમેશના આક્ષેપ પર,મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું, “આ કેવી રીતે થઈ શકે?.શું કોઈ તેમને પ્રભાવિત કરી શકે છે?”