પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું સોંપ્યું
હાઈલાઈટ્સ
PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું સોંપ્યું
રાષ્ટ્રપતિએ રાજીનામાંનો સ્વીકાર કર્યો
8 જૂને તેઓ વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા
વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિને રાજીનામું સોંપ્યુ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો. 8 જૂને તેઓ વડાપ્રધાન પદના શપથ લે તેવી શક્યતા છે. હવે તેઓ પીએમ પદના શપથ ન લે ત્યાં સુધી કાર્યકારી વડાપ્રધાન તરીકે યથાવત રહેશે. આજે NDAની બેઠક બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી સરકારની રચના માટે સમર્થનનો પત્ર રાષ્ટ્રપતિને સુપરત કરી શકે છે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi leaves from Rashtrapati Bhawan after resigning ahead of the oath taking ceremony on June 8. pic.twitter.com/NRDGUjb3xB
— ANI (@ANI) June 5, 2024
NDA ત્રીજી વખત બનાવશે સરકાર
લોકસભાની ચુંટણીમાં NDAને સ્પષ્ટ બહુમતી મળી છે તેથી નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન પદે આવી શકે છે,રાજભવનમાં શપથ ગ્રહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ, 8 જૂનના રોજ પીએમ મોદી શપથ લઈ શકે છે ,જેમાં અનેક મહેમાનો ઉપસ્થિત રહી શકે છે..
Prime Minister Narendra Modi called on President Droupadi Murmu at Rashtrapati Bhavan. The Prime Minister tendered his resignation along with the Union Council of Ministers. The President accepted the resignation and requested the Prime Minister and the Union Council of Ministers… pic.twitter.com/SHIj1UMWpY
— ANI (@ANI) June 5, 2024