NewYork : ઝડપી બોલરોના શાનદાર પ્રદર્શન બાદ કેપ્ટન રોહિત શર્માની શાનદાર અણનમ અડધી સદીની મદદથી ભારતે ICC T-20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડને 8 વિકેટથી હરાવીને પોતાના અભિયાનની શાનદાર જીત સાથે શરૂઆત કરી.
હાઈલાઈટ્સ
T20WorldCup ની પ્રથમ મેચમાં ભારતનું શાનદાર પ્રદર્શન,
ભારતે આયર્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું
કેપ્ટન રોહિત શર્મા અને રિષભ પાંત ની શાનદાર બેટિંગ
મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી આયરિશ ટીમ માત્ર 96 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે 12.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો.
96 રનના ટાર્ગેટનો પીછો કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને 22 રનના કુલ સ્કોર પર ત્રીજી ઓવરમાં 01 રન બનાવીને વિરાટ કોહલી આઉટ થઈ ગયો હતો આ પછી કેપ્ટન રોહિત શર્મા અને રિષભ પંતે બીજી વિકેટ માટે 54 રન જોડ્યા. આ દરમિયાન રોહિતે પોતાની અડધી સદી પૂરી કરી હતી. જો કે, તેની અડધી સદી પૂરી કર્યા પછી, 10મી ઓવરમાં 76ના કુલ સ્કોર સાથે રોહિત રિટાયર હર્ટ થયો હતો.
રોહિતે 37 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી બેટિંગ કરવા આવેલા સૂર્યકુમાર યાદવ કંઈ ખાસ કરી શક્યા ન હતા અને 91ના કુલ સ્કોર પર માત્ર 2 રન બનાવીને સ્પિનર બેન્જામિન વ્હાઈટનો શિકાર બન્યા હતા. જોકે, આ પછી પંતે સિક્સર ફટકારીને ભારતને 8 વિકેટે જીત અપાવી હતી. પંતે 26 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 36 રન બનાવ્યા હતા. શિવમ દુબે ખાતું ખોલાવ્યા વિના અણનમ પરત ફર્યો હતો.
ભારતીય ફાસ્ટ બોલરો સામે આયરિશ બેટ્સમેનો તુટી પડ્યા હતા આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આયર્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. આયર્લેન્ડની ટીમ 16 ઓવરમાં 96 રનમાં સમેટાઈ ગઈ હતી.ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 3, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલને 1-1 સફળતા મળી હતી.
Source : હિન્દુસ્તાન સમાચાર