ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલુ છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સેના અવારનવાર હુમલા કરે છે. ગાઝા પટ્ટીના નુસીરત કેમ્પમાં ફરી એકવાર એક શાળા પર હુમલો કરવામાં આવ્યો છે.
હાઈલાઈટ્સ
- ઇઝરાયેલે ફરી ગાઝા પટ્ટી પર હુમલો કર્યો
- શાળા પર બોમ્બ ફેંકતા 45 ના મોત
- મોટાભાગના બાળકો અને મહિલાઓના મોત
- હુમલા વખતે સેંકડો પેલેસ્ટિનિયનો સ્કૂલમાં હાજર હતા
ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલુ છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલની સેના અવારનવાર હુમલા કરે છે. ગાઝા પટ્ટીના નુસીરત કેમ્પમાં ફરી એકવાર એક શાળા પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં 45 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે અને ડઝનો લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. માર્યા ગયેલા 39 પેલેસ્ટિનિયનોમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ હતા. આ ઘટના બાદ ગાઝા સરકારની મીડિયા ઓફિસે ઈઝરાયેલની નિંદા કરી છે, જ્યારે ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે તેણે ગાઝા પટ્ટીમાં એક શાળાની અંદર હમાસના કમ્પાઉન્ડ પર હુમલો કર્યો છે. જોકે, ઈસ્માઈલ અલ-થબ્તાએ ઈઝરાયેલના દાવાને ફગાવી દીધો હતો.
હુમલા સમયે સેંકડો પેલેસ્ટિનિયન શાળામાં હાજર હતા
સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, ઇઝરાયેલના લડાકુ વિમાનોએ ગાઝા પટ્ટીમાં નુસિરાત કેમ્પમાં એક શાળાના ઓછામાં ઓછા ત્રણ વર્ગખંડો પર ઘણી મિસાઇલો છોડી હતી. હુમલા વખતે સેંકડો પેલેસ્ટિનિયનો સ્કૂલમાં હાજર હતા. આ ઘટના બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે સંઘર્ષની શક્યતાઓ વધી ગઈ છે.