લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં NDAને બહુમતી મળી છે. જે બાદ હવે પીએમ મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે.
હાઈલાઈટ્સ
લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં NDAને બહુમતી મળી
પીએમ મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે
2025માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી નીતિશ કુમાર લડશે
લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં NDAને બહુમતી મળી છે. જે બાદ હવે પીએમ મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જો કે આ વખતે ભાજપ નીતિશ કુમારની JDU અને ચંદ્રાબાબુ નાયડુની TDPની મદદથી સરકાર બનાવશે. બીજી તરફ નીતીશ કુમારને લઈને રાજકીય સમીકરણ તેજ થઈ ગયું છે, જે બાદ બીજેપી બિહારે મોટી જાહેરાત કરી છે.
ભારતીય જનતા પાર્ટીના બિહારના અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાએ જાહેરાત કરી છે કે રાજ્યમાં વર્ષ 2025માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવશે. તેમણે કહ્યું કે બિહારમાં અમે 1996થી નીતિશ કુમારના નેતૃત્વમાં લડી રહ્યા છીએ અને વર્ષ 2025માં પણ તેમના નેતૃત્વમાં લડીશું.