ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરી છે. તે બુચ વિલ્મોર સાથે બોઈંગ સ્ટારલાઈનરમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર સુરક્ષિત રીતે ઉતરી હતી. આ દરમિયાન તે ખુશીથી નાચવા લાગી હતી.
હાઈલાઈટ્સ
- સુનિતા વિલિયમ્સે ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરી
- સ્પેસ સ્ટેશનમાં પહોંચતા જ ડાન્સ કરવા લાગી
- ભગવાન ગણેશ અને ભગવદ ગીતાની મૂર્તિને પોતાની સાથે અંતરિક્ષમાં લઈ ગઈ
- સુનીતા વિલિયમ્સ ત્રીજી વખત અંતરિક્ષમાં ગઈ
ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરી છે. તે બુચ વિલ્મોર સાથે બોઈંગ સ્ટારલાઈનરમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર સુરક્ષિત રીતે ઉતરી હતી. આ દરમિયાન તે ખુશીથી નાચવા લાગી હતી. આ સાથે તે નવા ક્રૂ સ્પેસક્રાફ્ટનું ઉડાન અને પરીક્ષણ કરનાર પ્રથમ મહિલા બની ગઈ છે. સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા પછી, તેણે ડાન્સ કરીને અને સાત અન્ય અવકાશયાત્રીઓને ખુશીથી ગળે લગાવીને સેલીબ્રેસન કર્યું હતું
જણાવી દઈએ કે આ પહેલા સુનીતા વિલિયમ્સ ભગવાન ગણેશ અને ભગવદ ગીતાની મૂર્તિને પોતાની સાથે અંતરિક્ષમાં લઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે બેલ વગાડીને તેમનું અને વિલ્મોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ISSની જૂની પરંપરા છે.
સુનીતા વિલિયમ્સ બુધવારે ત્રીજી વખત અંતરિક્ષ માટે રવાના થઈ હતી. આ સાથે બંનેએ બોઈંગ કંપનીના સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનારા પ્રથમ સભ્ય બનીને ઈતિહાસ રચ્યો હતો.
વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને લઈને બોઈંગના ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશનએ ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ઘણા વિલંબ પછી ઉપડ્યું. વિલિયમ્સે આ પ્રકારના મિશન પર ઉડાન ભરનાર પ્રથમ મહિલા તરીકે પણ ઈતિહાસ રચ્યો હતો.
વિલિયમ્સ યુએસ નેવલ એકેડમીમાં તાલીમ લીધા બાદ મે 1987માં યુએસ નેવીમાં જોડાયા હતા. વિલિયમ્સને 1998માં NASA દ્વારા અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને તેઓ બે અવકાશ મિશનનો ભાગ રહ્યા છે- 2006માં મિશન 14/15 અને 2012માં મિશન 32/33. તેણીએ ઓપરેશન-32માં ફ્લાઇટ એન્જિનિયર અને ત્યારબાદ ઓપરેશન-33ના કમાન્ડર તરીકે સેવા આપી હતી.
સુનિતા વિલિયમ્સ 14 જૂનના રોજ પશ્ચિમ યુનાઇટેડ સ્ટેટ્સના દૂરના રણમાં પરત લેન્ડિંગ માટે સ્ટારલાઇનર અવકાશયાનને રીબોર્ડિંગ કરતા પહેલા ભ્રમણકક્ષાની પ્રયોગશાળામાં એક અઠવાડિયા કરતાં વધુ સમય પસાર કરશે.
🔸અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચતા ઝૂમી ઉઠ્યા
🔸ભારતીય મૂળનાં #SunitaWilliams વર્ષ 2006 અને 2012માં બે વખત સ્પેસની યાત્રા કરી ચુક્યા છે. તેમણે પોતાના બે મિશન દરમિયાન કુલ 322 દિવસ સ્પેસમાં પસાર કર્યા છે, જે એક રેકોર્ડ છે. pic.twitter.com/cxgpMKaZdk
— DD News Gujarati (@DDNewsGujarati) June 7, 2024