હાઈલાઈટ્સ
- T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં સાંજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે
- ભારત-પાકિસ્તાન ટીમના એક બાજા સામેના પ્રદર્શન પર નજર
- આંકડાઓ મુજબ ભારત પાકિસ્તાન કરતા મજબૂત સ્થિતિમાં
- રન બનાવવા અને વધુ વિકેટ લેવામાં ભારત પાકિસ્તાનથી આગળ
- T 20 વર્લ્ડ કપમાં સાત મુકાબલામાં ભારત છ મુકાબલા જીત્યુ
- T 20 મેચોમાં કુલ 12 માથી 9 મેચ ભારત,ત્રણ પાકિસ્તાન જીત્યુ
ન્યૂયોર્કમાં T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજ સાંજે ભારતનો મુકાબલો પાકિસ્તાન સામે થશે.જેમા પાકિસ્તાન માટે આ મુકાબલો જીતવો અતિ આવશ્યક છે. કારણ કે તે અમેરિકા સામે મેચ હારી ચૂક્યુ છે.આને આમ પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રેકેટ મુકાબલો હોય એટલે કરો યા મરોની માસિકતા સાથે મુકાબલો યોજાતો હોય છે તો સામે દર્શકોમાં પણ એટલો ઉત્સાહ અને જોમ જોવા મળતો હોય છે.ત્યારે આવો આ બંને દેશની એક બાજા સામેના પ્રદર્શન પર નજર કરીએ કે કોણ કેટલુ તાકાતવર છે.
ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમોના સામ સામેના મુકાબલાના આંકડા પર પ્રથમ દ્રષ્ટિ કરીએ તો પાકિસ્તાન કરતા ભારત થોડુ મજબૂત સ્થિતિમાં જોવા મળે છે.કારણ કે બંને ટીમોમાં તુલનાત્મક રીતે જોઈએ તો રન બનાવવા તેમજ વધુ વિકેટ લેવામાં ભારત પાકિસ્તાનથી આગળ છે.અત્યાર સુધીમાં ભારત અને પાકિસ્તાન T 20 વર્લ્ડ કપમાં સાત વખત આમને સામને રમી ચુક્યા છે.તેમાં ભારતે છ મેચો જીતી છે અને પાકિસ્તાને વર્ષ 2021નો વર્લ્ડ કપ જીત્યો છે.તો વળી T 20 મેચોમા ભારત-પાકિસ્તાનન ટીમો 12 વખત ટકરાઈ છે તેમાં ભારત નવ મેચો જીત્યુ છે,જ્યારે પાકિસ્તાન ત્રણ મેચો જીતી શક્યુ છે.
T 20 ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેવામાં પણ ભારત આગળ છે.ભારતીય બોલર ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા બંનેએ પાકિસ્તાન સામે 11-11 વિકેટ ઝડપી છે.સાથે જ ત્રીજા ક્રમે ઉમર ગુલ તેણે ભારત સામે 11 વિકેટ લીધી છે.ત્યાર બાદ અર્શદીપ છ વિકેટ સાથે ચોથા સ્થાને છે.
તો ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ ભારત માટે સૌથી વધુ ભારત-પાકિસ્તાન વચ્ચેની T 20 મેચ દરમિયાન બનાવ્યા છે. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે 10 મેચમાં 488 રન બનાવ્યા છે.આ ઉપરાંત રિઝવાન બીજા સ્થાને આવે છે તેણે ચાર મેચમાં 197 રન બનાવ્યા છે. તે બાદ શોએબ મલિક અને મોહમ્મદ હફીઝનો નંબર આવે છે.તો T 20 વર્લ્ડ કપમાં 6-1 ની લીડ લેવા સાથે જ ODI વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન પર 8-0ની લીડ મેળવી છે.
હાલ ન્યૂયોર્કમાં યોજાનાર ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલા પર સૌની નજર છે.ત્યારે મહત્વનું છે કે ભારત પાસે આ T 20 વર્લ્ડ કપમાં બે અનુભવી બેટ્સમેન રૂપે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડી છે.ત્યારે આ બંને ખેલાડીઓ પર વધુ જવાબદારી રહેશે.
source : AMAR UJALA