દેશની 18મી લોકસભાની ચુંટણી પૂર્ણ થઈ ગઈ છે. પીએમ મોદીએ ગઈકાલે સતત ત્રીજી વખત શપથ લઈ લીધા,18-19 જૂનના રોજ દેહસની 18 મી લોકસભા માટે સાંસદો શપથ લેશે.
હાઈલાઈટ્સ :
દેશની 18મી લોકસભાની ચુંટણી પૂર્ણ
પીએમ મોદીએ ગઈકાલે સતત ત્રીજી વખત શપથ લઈ લીધા
18-19 જૂનના રોજ દેહસની 18 મી લોકસભા માટે સાંસદો શપથ લેશે.
દેશની 18મી લોકસભાની ચુંટણી પૂર્ણ થઈ ગઈ છે.વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઓળખતા ભારતમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ છે,જેના સમગ્ર વખાણ વિશ્વમાં થી રહ્યા છે રવિવારે સાંજે પીએમ મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. આ ચુંટણી દેશની જનતાએ તેમના પ્રતિનિધિત્વ માટે 543 સાંસદોને ચૂંટયા છે. સૂત્રોને આધારે 18-19 જૂનના રોજ દેશની 18 મી લોકસભા મટે સાંસદો શપથ લેશે.
18 મી લોકસભાનું પ્રથમ સંસદ સત્ર 18 જૂનથી શરૂ થઈ શકે છે. 18-19 જૂન શપથવિધિ અને 20 જૂન સ્પીકરની ચુંટણી થવાની શકયતા છે . રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમુ 21 જૂને સંસદના બંને ગૃહોના સંયુકત સત્રને સંબોધિત કરી શકે છે રવિવારે સાંજે યોજાનારી કેબિનેટની બેઠકમાં કેબિનેટ રાષ્ટ્રપતિને ટુંક સમયમાં સંસદનું સત્ર બોલાવવા અને બંને ગૃહોની સંયુકત બેઠકને સંબોધિત કરવા વિનંતી કરશે
પીએમ મોદીએ ત્રીજી વખત PM બનીને રચ્યો ઇતિહાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બનીને ઇતિહાસ રચ્યો છે. તેઓ ત્રણ વખત પીએમ બનનાર પ્રથમ બિન-કોંગ્રેસી નેતા અને જવાહરલાલ નેહરુ પછી બીજા નેતા બન્યા. પીએમ મોદીએ શપથ લીધા પછી ટ્વિટર પર પોસ્ટ કર્યું કે ” હું 140 કરોડ ભારતીયોની સેવા કરવા અને ભારતને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મંત્રી પરિષદ સાથે કામ કરવા માટે આતુર છું.”
પીએમ 3.0ની આજે પ્રથમ કેબિનેટ બેઠક
ત્રીજી વખત NDA સરકાર બન્યા બાદ પીએમ મોદી આજે તમામ મંત્રીઓ સાથે બેઠક કરશે વડાપ્રધાનની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા . આજની બેઠકમાં મોદી સરકાર ગરીબો અને ખેડૂતો મટે મોટી જાહેરાતો કરી શકે છે . આ બેઠક વડાપ્રધાનના નિવાસ સ્થાને સાંજે પાંચ વાગ્યે થવાની છે જેના મટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.