હાઈલાઈટ્સ :
– નાગપુરમાં RSS ના કાર્યકર વિકાસ વર્ગ-2 નુ સમાપન
– આ પ્રસંગે સર સંઘચાલક ડો.મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા
– રાષ્ટ્ર નિર્માણ,વિકાસમાં સમાજની ભૂમિકાઓ અંગે પ્રકાશ પાડ્યો
– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નીતિ રીતી અને કાર્યપદ્ધતી જણાવી
– સંઘની શાખામાં રમત-રમતા સ્વયંસેવકોના જીવનમાં બદલાવ આવે
– સર સંઘચાલક ડો.મોહન ભાગવતના સંબોધનમાં મણીપુરનો ઉલ્લેખ
– ડો.મોહન ભાગવતે મોદી સરકારના 10 વર્ષની સફળતાઓ વર્ણવી
– 10 વર્ષમાં દુનીયામાં ભારતની શાખ વધી તો અર્થમંત્ર આગળ વધ્યુ
– ડો.મોહન ભાગવતનોવસુધૈવકુટુંબકમની ભાવના વિકસાવવા પર ભાર
મહારાષ્ટ્રના RSSના વડામથક નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યકર વિકાસ વર્ગ-2 ના સમાપન પ્રસંગે સર સંઘચાલક ડો.મોહન ભાગવત ઉપસ્થિત રહ્યા.પોનાના ઉદબોધનમાં સર સંઘચાલકે રાષ્ટ્ર નિર્માણ,વિકાસ અને તેમાં સમાજ તેમજ સરકારની ભૂમિકાઓ અંગે પ્રકાશ પાડીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કઈ રીતે રાષ્ટ્ર નિર્માણનુ કાર્ય કરી રહ્યો છે તે અંગે પણ વાત કરી હતી.ત્યારે તેમના સંબોધનના કેટલાક મબત્વના મુદ્દાઓ પર આપણે આજે વાત કરવી છે.
સર સંઘચાલક ડો.મોહન ભાગવતે કાર્યકરોને સંબોધતા સંઘના કાર્ય અને તેનો મૂળભૂત હેતુ વર્ણવ્યો હતો.તેમણે સંઘના સ્વયંસેવકોને સંઘ કાર્ય પદ્ધતિ અંગે સમજાવતા કહ્યુ કે શાખામાં રમત રમતા રમતા સ્વયંસેવક પોતાનામાં બદલાવ લાવે છે.અને તે રીતે સામાજીક સમરસતાનો વ્યવહાર,પર્યાવરણ સંરક્ષણ,સ્વઆધારિત સ્વદેશી વ્યવહાર,સાદગીપૂર્ણ જીવન,અનાવશ્યક ખર્ચ ટાળો તેમજ આપણા દેશના સંવિધાન-કાયદા-વ્યવસ્થાઓનુ પાલન,અઠવાડીયામાં પરિવાર સાથે બેસવુ આ પ્રકારની પરંપરા થકી દેશ અને વિશ્વમાં પ્રસ્થાપિત કરવાનું કાર્ય સંઘ કરે છે.
ડો.મોહન ભાગવતજીએ ધર્મની વ્યાખ્યા પણ ખૂબ જ સુપેરે સમજાવી હતી.તેમણે કહ્યુ કે આપણા દેશના વર્ષો જૂની સંસ્કૃતિ રહી છે.વસુધૈવકુટુંબકમ એટલે કે વિવિધતામાં એકતા એ આપણા દેશની ઓળખ છે.ત્યારે તમામ ધર્મ,તેની પૂજા પદ્ધતિ,રહેન-સહેન વધુ જ ભલે અલગ હોય પણ સૌએ એક વાત યાદ રાખવી આવશ્યક છે કે આ વિવિધતા મિથ્યા છેતે ટૂંકા સમય માટે હોય છે.અને તેથી એકતાનો સ્વિકાર કરો,સાથે મળીને ચાલો,પોત-પોતાની શ્રદ્ધા પર અડગ રહે કારણે કે બધી જ પરંપરાઓ સાચી છે.તમામનો મત સમાન છે તે સ્વિકારો અને સો સાથે મળી ચાલો.
તો વળી સર સંઘચાલક ડોમોહન ભાગવતે પોતાના સંબોધનમાં મણીપુર હિસાનો પણ ઉલ્લેખ કર્યો હતો.તેમણે કહ્યુ કે છેલ્લા એક વર્ષથી મણીપુર શાંતિની શોધમાં છે.તેના તરફ ધ્યાન કોણ આપશે.ત્યારે ત્યાં શાંતિ બહાલ થાય તેને પ્રાથમિકતા આપવાની જરૂરીયાત પર ભાર મુક્યો હતો.તો ડો.મોહન ભાગવતે હાલમાં જ યોજાયેલી લોકસભા ચૂંટણી અને તેમાં ચાલેલા પ્રચાર કાર્ય પર ટિપ્પણી કરતા તેમણે કહ્યુ પાચ વર્ષમાં એકવાર સંસદની ચૂંટણી આવે તે બંધારણીય પરંપરા છે.તેમાં બે પક્ષ સામ-સામે લડે તે પણ સ્વાભાવિક છે.પરંતુ તે લડવામાં જે પ્રકારે આધુનિક સંસાધનોનો ઉપયોગ કરી અસત્ય વાતો વહેતી થઈ તે દુર્ભાગ્યપૂર્ણ છે.તેમણે તો એટલા સુધી કહ્યુ કે વિના કારણ આ બાબતોમાં સંઘ જેવી સંસ્થાઓને પણ ઘસડીને બદનામ કરવા પ્રયાસો થયા.તેમણે વધુમાં કહ્યુ કે ચૂંટણી લડવાની મર્યાદાઓનુ પાલન થયુ નથી.
સર સંઘ ચાલક ડો.મોહન ભાગવતે NDA ની નવી સરકરા બની તેનો ઉલ્લેખ કર્યો અને મોદી સરકારના છેલ્લા 10 વર્ષના શાસનના વખાણ પણ કર્યા હતા.તેમણે કહ્યુ કે છેલ્લા 10 વર્ષમાં સરકારે ઘણુ વધુ કર્યુ છેઅને તે સારૂ કર્યુ છે.જેમાં દેશની છબિ વિદેશોમાં પણ ઉજાગર બની છે.દેશનુ અર્થતંત્ર ન માત્ર સુધર્યુ છે પણ તેજ ગતિએ આગળ વધ્યુ છે.અને તે આર્થિક માપન કરતી સંસ્થાઓએ પ્રમાણીત કર્યુ છે તે તેનો પુરાવો છે.આ પ્રકારે વધુ જ સારૂ થયુ છે.જોકે તેમણે ચેતવણી પણ આપી કે આટલુ બધુ થવા છતા આપણી સામેની સમસ્યાઓ અને પડકારો સમાપ્ત નથી થયા હજુ ઘણુ કરવા જેવી બાકી છે અને તેના પર ધ્યાન આપવુ આવશ્યક છે.
એક તરફ દેશમા NDA ની નવી કરકાર બની છે.શપથ ગ્રહણ પમ કરી લીધા છે.ત્યારે રાષ્ટ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર સંઘચાલક ડો.મોહન ભાગવતજીએ પોતાના સંબોધનમાં સંઘ વિચાર અને તેની નીતિ રીતી,સર્વ ધર્મ સમભાવ,દેશની સાંસ્કૃતિક પરંપરા,જીવન મુલ્યો,સ્વદેશી,પર્યાવરણ,રાજકારણમા ટેકનોલોજીનો સદ ઉપયોગ જેવા મહત્વના મુદ્દાઓને વણી લીધા હતા અને તેને આધારે રાષ્ટ્રનિર્માણની વાત કરી હતી.