જમ્મુ ડિવિઝનના કઠુઆ હેઠળ આવતા હીરાનગરના સેદા સોહલ વિસ્તારમાં ગોળીબારનો અવાજ સાંભળ્યા બાદ સુરક્ષા દળોએ મંગળવારે સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જે બાદ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. આ દરમિયાન એક આતંકી ઠાર કર્યો.
- હાઈલાઈટ્સ :
- 9 જૂને આંતકી હુમલો થયો હતો
- 11 ટીમો આંતકીઓની શોધમાં લાગેલી છે
- ગઇકાલે હીરાનગરમાં આતંકવાદીઓ અને
- સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર એક આતંકવાદી ઠાર કર્યો
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે લગભગ 7.45 વાગ્યે સેડા સોહલ ગામમાં કેટલીક ગોળીઓનો અવાજ સંભળાયો હતો. રિપોર્ટ અનુસાર, ઘટના બાદ ત્રણ શંકાસ્પદ લોકો જંગલ તરફ ભાગતા જોવા મળ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
Terror Attack Kathua : જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર હુમલાના 3 દિવસની અંદર, મંગળવારે (11 જૂન)ના રોજ વધુ બે આતંકવાદી હુમલા થયા. હીરાનગર સેક્ટરમાં કુટા મોડ પાસે સૈદા સુખલ ગામમાં મંગળવારે સાંજે આતંકીઓએ એક ઘર પર હુમલો કર્યો હતો.
આ હુમલાને અંજામ આપનાર એક આતંકીને પોલીસે ઠાર માર્યો છે, જ્યારે બાકીની શોધખોળ ચાલુ છે. આ દરમિયાન સૈદા ગામના રહેવાસી યુવકે કહ્યું છે કે આતંકવાદીએ તેની સાથે વાત કરી હતી.
સૈદા સુખલ ગામમાં હુમલો કરનારા આતંકવાદીઓ વિશે,સ્થાનિક યુવક અશ્વિની કુમારે દાવો કર્યો,’જ્યારે તે લગભગ 8:00 વાગ્યે પોતાનું કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે બાળકોએ તેને રોક્યો અને કહ્યું કે આગળ આતંકવાદીઓ છે. તે થોડે આગળ વધ્યો તો તેણે 24-25 વર્ષની ઉંમરના બે યુવકો જોયા. તેણે જેકેટ પહેર્યું હતું અને તેના મોં પર માસ્ક હતું.
અશ્વિનીનો દાવો છે કે બંને આતંકવાદીઓએ તેની પાસે પાણી માંગ્યું હતું. આ બંને આતંકવાદીઓ વિદેશી હતા અને હિન્દી ભાષા બોલતા હતા.પ્રત્યક્ષદર્શીએ વધુમાં કહ્યું કે જો તેની પાસે તે સમયે હથિયાર હોત તો તે પોતે આતંકવાદીઓ સામે લડત.
સુરક્ષા દળો દ્વારા શરૂ કરવામાં આવેલ ઓપરેશન
આ હુમલા બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર પણ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. હજુ પણ એવી આશંકા છે કે બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે. તેની શોધખોળ ચાલુ છે.