T20 World Cup 2024 : ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024માં તેનું વિજયી અભિયાન ચાલુ રાખ્યું, સંયુક્ત યજમાન યુએસએ સામેની મેચ 7 વિકેટથી જીતી. આ મેચમાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તેણે કુલ 4 વિકેટ ઝડપી હતી.
- હાઈલાઈટ્સ :
- ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં સતત ત્રીજી જીત
- ભારતની યુએસએ સામે શાનદાર જીત
- સૂર્યકુમાર-દુબેની શાનદાર બેટિંગ
- ટેબલમાં ભારતની જીત સાથે સુપર 8માં એન્ટ્રી
- ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે 4 વિકેટ ઝડપી
- સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગ સાથે અડધી સદી
પ્રથમ બેટિંગ કરવા આવેલા અમેરિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 110 રન બનાવ્યા હતા. ભારતે 18.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
Suryakumar Yadav : ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપમાં સતત ત્રીજી જીત નોંધાવી છે. ભારતીય ટીમે અમેરિકાને 7 વિકેટે હરાવ્યું. આ પહેલા રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડ અને પાકિસ્તાનને હરાવ્યું હતું. આ જીત બાદ ભારતીય ટીમ સુપર-8 રાઉન્ડમાં પહોંચી ગઈ છે.
પ્રથમ બેટિંગ કરવા આવેલા અમેરિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 110 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે 18.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારત માટે વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઋષભ પંત વહેલા પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેએ ઇનિંગની જવાબદારી સંભાળી હતી.
સૂર્યકુમાર યાદવે અડધી સદીની ઇનિંગ રમી હતી
સૂર્યકુમાર યાદવે 49 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા. જ્યારે શિવમ દુબેએ 35 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, સૂર્યકુમાર યાદવનું ફોર્મમાં વાપસી ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ચાહકો માટે સારા સમાચાર છે. અગાઉ સૂર્યકુમાર યાદવ સતત સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ અમેરિકા સામે સૂર્યકુમાર યાદવની ફિફ્ટી ભારતીય ચાહકો માટે રાહતના સમાચાર છે.
હાલમાં જ આઈપીએલમાં સૂર્યકુમાર યાદવનું ફોર્મ મિશ્ર રહ્યું હતું. જ્યારે T20 વર્લ્ડ કપમાં આયર્લેન્ડ અને પાકિસ્તાન સામે ફ્લોપ રહ્યા હતા.
A vital unbeaten 5⃣0⃣ in the chase! 👍 👍
Well played, Suryakumar Yadav! 🙌 🙌
Scorecard ▶️ https://t.co/HTV9sVyS9Y#T20WorldCup | #TeamIndia | #USAvIND | @surya_14kumar pic.twitter.com/FS72US64ty
— BCCI (@BCCI) June 12, 2024
ભારતીય ટીમ સુપર-8 રાઉન્ડમાં પહોંચી
જો કે હવે રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ સુપર-8 રાઉન્ડમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાએ 15 જૂને કેનેડા સામે ગ્રુપ મેચ રમવાની છે. આ પછી ભારત 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે રમશે. અત્યારે ભારતીય ટીમ ગ્રુપ-Aમાં 3 મેચમાં 6 પોઈન્ટ સાથે ટોપ પર છે. ભારતે તેની પ્રથમ મેચમાં આયર્લેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાનનો 6 રને પરાજય થયો હતો. જ્યારે અમેરિકાનો 7 વિકેટે પરાજય થયો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાએ જીતની હેટ્રિક પૂરી કરી.