PM Modi attend G7 summit : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈટાલીમાં યોજાનારી 50મી G7 સમિટમાં ભાગ લેશે.
- હાઈલાઈટ્સ :
- ત્રીજી વખત પીએમ બન્યા બાદ PM મોદીની પ્રથમ વિદેશ પ્રવાસ
- PM મોદી આજથી બે દિવસ ઇટાલીના પ્રવાસે
- PM મોદી આજે ઈટાલીમાં યોજાનારી 50મી G7 સમિટમાં ભાગ લેશે
ત્રીજી વખત પીએમ બન્યા બાદ મોદીનો આ પ્રથમ વિદેશ પ્રવાસ છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઈટાલીમાં યોજાનારી 50મી G7 સમિટમાં ભાગ લેશે.આ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે, ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર મોદી વૈશ્વિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા આઉટરીચ પ્રોગ્રામમાં ભાગ લેશે.
આ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ : AI એક મહત્વપૂર્ણ મુદ્દો છે, જે ભારતના વિકાસ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.
ક્લાઈમેટ ચેન્જ : સમિટની શરૂઆત આફ્રિકા, ક્લાઈમેટ ચેન્જ અને ડેવલપમેન્ટના મુદ્દાઓ પર ચર્ચા સાથે થશે, જે વૈશ્વિક દક્ષિણ અને ભારતના વિકાસ એજન્ડા બંને માટે મહત્વપૂર્ણ હશે.
મધ્ય પૂર્વ અને યુક્રેન વિવાદ : મધ્ય પૂર્વ અને યુક્રેન વિવાદનો મુદ્દો આ ચર્ચા પર પ્રભુત્વ ધરાવે છે તેવી અપેક્ષા છે. આ જટિલ ભૌગોલિક રાજકીય પડકારોને ઉકેલવાના માર્ગો શોધી કાઢશે.
વૈશ્વિક પડકારો: મોદી વિશ્વના અન્ય નેતાઓ સાથે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. વૈશ્વિક સહયોગ અને સમસ્યાના ઉકેલ માટે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવશે.
જ્યોર્જિયા મેલોની સાથે ચર્ચા થશે
પીએમ મોદી ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. માર્ચ 2023 પછી મેલોનીની આ બીજી બેઠક હશે.વિદેશ સચિવ વિનય મોહને કહ્યું કે ચર્ચામાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવશે અને ભવિષ્યમાં સહયોગ માટે માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે. વિદેશ સચિવે કહ્યું કે 14 જૂને યોજાનારી આ સમિટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ઊર્જા, આફ્રિકા અને ભૂમધ્ય સમુદ્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.