હાઈલાઈટ્સ :
- કુવૈતમાંભિષણ અગ્નિકાંડની ગોઝારી દુર્ઘટનાનો મામલો
- બહુમાળી ઈમારતમાં અચાનક આગ લાગવાની ઘટના
- કુવૈત અગ્નિકાંડમાં 45થી વધુ ભારચતીયોના મૃત્યુ થયા
- સમગ્ર ઘટના અંગે કુવૈત સરકારે આપ્યા તપાસના આદેશ
- દુર્ઘટના બાદ ભારત સરકાર પણ સક્રિય જોવા મળી
- વડાપ્રધાને બેઠક બોલાવી સમગ્ર મામલે સમિક્ષા કરી
- ભારતીય રાજ્ય વિદેશપ્રધાને કુવૈત પહોંચી વિગતે મેળવી
- ઈજાગ્રસ્તોની સારવાર તેમજ મૃતકોની ઓળખ કરાઈ
- મૃતદાહોને ભારત લાવવા માટે ભારત સરકારની કવાયત
- 45 ભારતીયોના મૃતદેહ લઈ એરફોર્સનું વિમાન કોચ્ચિ પહોંચ્યુ
#WATCH | Ernakulam, Kerala: The mortal remains of the 45 Indian victims in the fire incident in Kuwait arrive at Cochin International Airport. pic.twitter.com/qb8lCdQWIo
— ANI (@ANI) June 14, 2024
કુવૈત અગ્નિકાંડમાં 45 ભારતીયોના મોત થયા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. અને આ મૃતકોના DNA ટેસ્ટ કરી ઓળખવિધિ ચાલી હતી.અને ઓળખવિધિ બાદ આજે શુ્ક્રવારે 45 ભારતતીયોના મૃતદેહને લઈને એરફોર્સનું વિશેષ વિમાન કોચ્ચી પહોંચ્યુ હતુ.
ઉલ્લેખનિય છે કે કુવૈતના મંગા શહેરમાં એક બહુમાળી ઈમારતમાં અચાનક આગ ભભૂકી ઉઠતા તેમાં 48 જેટલા લોકો ગુંગળામણ અને આગની લપેટમા બળી જવાથી મોત થયા હતા.તેમાં સૌથી વધુ ભારતીયો હતા.આ અગ્નિકાંડમાં 45 ભારતીયોના મૃત્યુ થયા હતા.
કુવૈત અગ્નિકાંડમાં 45 ભારતીયોના મોતના સમાચારને લઈ ભારતમાં વધુ ગંભીર નોંધ લેવાઈ અને આ અગ્નિકાંડ બાદ ભારત સરકાર ત્વરિત એક્શનમાં આવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ વિભાગ સાથે બેઠક યોજીને સમગ્ર લક્ષી સમિક્ષા કરી હતી.એટલુ જ નહી પણ રાજ્ય વિદેશમંત્રી કીર્તિવર્ધન સિંહને તાબડતોબ કુવૈત મોકલ્યા હતા.જ્યાં તેમણે સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સાથે મુલાકાત કરી સમગ્ર સ્થિતિ અંગે ઝીણવટ ભરી વિગતો મેળવી ઈજાગ્રસ્તો અને મૃતકોની ઓળખ વિધીની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતહોની ઓળખવિધિ બાદ ભારતીય વાયુસેના એટલે IAFનું C-130 સુપર હરક્યૂસિસ વિશેષ વિમાન કુવૈતથી રવાના થયુ અને આજે શુક્રવારે તે કોચ્ચી એરપોર્ટ ખાતે આવી પહોંચ્યુ હતુ. હવે પરિવારો દ્વારા ઓળખ કરી જે તે પરીવારને તેમના સ્વજનોના મૃતદેહ સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
– મૃતકોમાં સૌથી વધુ કેરળના
કેરળના સૌથી વધુ 23 મૃતકો
તમિલનાડુના 7 મૃતક
આંધ્રપ્રદેશના 3 મૃતક
ઉત્તર પ્રદેશના 3 મૃતક
એડિશાના 2 મૃતકો
મહારાષ્ટ્ર,કર્ણાટકના 1-1 મૃતક
બિહાર,ઝારખંડના 1-1 મૃતક
બંગાળ,પંજાબ,હરિયાણાના 1-1-1 મૃતક
આ પ્રકારે ભારત સરકારે જ્યારે પણ આ પ્રકારની ઘટના કે દુર્ઘટના બને એટલે ભારત સરકાર રાહત માટેના કામે લાગી જાય છે.અને બને એટલી મદદ સરકાર કરે છે.રસિયા,યુક્રેન બાદ હવે કુવૈચથી પણ ભારતીય મૃતદેહો પરત સ્વદેશ લાવવા વિશેષ વિમાન સાથે રાજ્ય વિદેશ પ્રધાન કુવૈત પહોચ્યા હતા.અને ઝડપથી ઓળખવિધિ બાદ મૃતદેહો ભારત પરત લાવવામાં આવ્યા હતા.
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે કહ્યું કે, “હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું.આ ખૂબ જ દુ:ખદ ઘટના છે અને આપણે બધા તેનાથી ખૂબ જ દુઃખી છીએ.આપણી સરકારને આ ઘટનાની જાણ થતાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તરત જ એક બેઠક બોલાવી હતી અને અમને તરત જ કુવૈત પહોંચવા અને શક્ય તેટલી વહેલી તકે મૃતદેહ લાવવાનો નિર્દેશ આપ્યો હતો.ત્યાંના અધિકારીઓ, વિદેશ મંત્રી અને કુવૈતના અમીર સાથે વાત કરી ચૂક્યા છીએ કારણ કે તેઓએ દરેક શક્ય પ્રયાસો કર્યા હતા,તેઓએ તમામ શક્ય પગલાં લીધા હતા અને તમામ દસ્તાવેજો પૂરા કરવામાં સંપૂર્ણ સહકાર આપ્યો હતો તેમાં એક અઠવાડિયું અથવા ઓછામાં ઓછા દસ દિવસ લાગ્યા હશે,પીએમ મોદીની સૂચના પર અધિકારીઓએ આ કામ ખૂબ જ ઝડપથી કર્યું.”
#WATCH | Ernakulam: MoS MEA Kirti Vardhan Singh says "I want to pay my heartfelt condolences to the families of the people who lost their lives in this accident. It is a very tragic incident and we are all very sad about it. The moment our Govt got to know that this incident had… pic.twitter.com/KqgtixWYDn
— ANI (@ANI) June 14, 2024