આંધ્રપ્રદેશમાં મંત્રીઓના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. આ શ્રેણીમાં અલગ-અલગ નેતાઓને અલગ-અલગ જવાબદારીઓ મળી છે. પવન કલ્યાણને ઘણા મંત્રાલયોની જવાબદારી પણ આપવામાં આવી છે. પવન કલ્યાણ પણ NDAનો ભાગ છે.
- હાઈલાઈટ્સ :
- ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી અને પવન કલ્યાણ નાયબ મુખ્યમંત્રી
- આંધ્રપ્રદેશમાં ટીડીપીની સરકાર
- ચંદ્રબાબુ નાયડુના મંત્રીઓની આજે ખાતા ફાળવણી
NDAએ આંધ્રપ્રદેશમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવી છે. ભાજપ, ટીડીપી અને જનસેના પાર્ટીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. જેના કારણે રાજ્યમાં YSR કોંગ્રેસનો પરાજય થયો છે અને ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. 14 જૂને, તમિલનાડુમાં મંત્રીઓના વિભાગોની પણ વહેંચણી કરવામાં આવી છે.
સીએમ ચંદ્રબાબુ નાયડુએ કાયદો અને વ્યવસ્થા મંત્રાલય પોતાની પાસે રાખ્યું છે. આ દરમિયાન જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણને અનેક મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી છે.જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણને પંચાયતી રાજ, પર્યાવરણ, વન, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગો આપવામાં આવ્યા છે.
સીએમ ચંદ્રબાબુ નાયડુના પુત્રને કયું ખાતું મળ્યું ?
જ્યારે સીએમ ચંદ્રબાબુ નાયડુના પુત્રને નારા લોકેશને માહિતી અને આઈટી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન વિભાગ આપવામાં આવ્યો છે.
Andhra Pradesh portfolio allocation | CM N Chandrababu Naidu keeps Law and Order/
Deputy CM Pawan Kalyan gets Panchayati Raj, Environment, Forest, Science & Technology
Nara Lokesh gets HRD, IT Electroniccs & Communication
Anitha Vangalapudi gets Home Affairs & Disaster… pic.twitter.com/YpNHMHFCyV— ANI (@ANI) June 14, 2024
કોને કયું મંત્રાલય ફાળવવામાં આવ્યું ?
નારા લોકેશ : માહિતી અને આઈટી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન
અનીતા વાંગલપુડી :ગૃહ બાબતો અને આપત્તિ વ્યવસ્થાપન
સત્ય કુમાર યાદવ : આરોગ્ય વિભાગ
પાયવુલા કેશવ : નાણા વિભાગ
કિંજરાપુ અચ્છેનાયડુ :કૃષિ, સહકાર, માર્કેટિંગ, પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્યઉદ્યોગ
કોલ્લુ રવિન્દ્ર : ખાણકામ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગ
નંદેડલા મનોહર :ખાદ્ય અને નાગરિક પુરવઠા ગ્રાહક બાબતો
ડો. નિમલ રામાનાયડુ: વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ વિભાગ
મોહમ્મદ ફારૂક :ઘુમતી કલ્યાણ એન્ડોવમેન્ટ
જ્યારે અનમ રામનારાયણ રેડ્ડીને એન્ડોમેન્ટની, પાયવુલા કેશવને ફાઇનાન્સ,પ્લાનિંગ,કોમર્શિયલ ટેક્સ અને લેજિસ્લેટિવની જવાબદારી, આંગણી સત્ય પ્રસાદને રેવન્યુ, રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કોલુસુ પાર્થસારથીને માહિતી અને જનસંપર્ક વિભાગ અને આવાસ વિભાગ આપવામાં આવ્યો છે.