હાઈલાઈટ્સ :
- બોરવેલમાં પડી માસુબ બાળકોની હોમાતી જીંદગી
- આખરે ભૂલકાઓનો ભોગ લેતા મોતના કૂવા ક્યારે પુરાશે
- ગુજરાત સહિત રાજ્યોમાં સમયાતરે બનતી દુર્ઘટના
- ટેકનોલોજી વિકસી હોવાના દાવા છતા પરિણામ શૂન્ય
- બોરવેલમાં ફસાયેલા ભૂલકાઓને બહાર કાઢી નથી શકાતા
- દેશમાં ગુજરાત,હરિયાણા તમિલનાડુ ટકાવારીમાં ટોપ પર
- સૌથી વધુ બાળકો રમતા-રમતા બોરવેલમાં પડવાની ઘટના
- બાળકો પ્રત્યે માતા-પિતાની બેદરકારી પણ જવાબદાર
- સુપ્રીમ કાર્ટે પણ આ બાબતે જાહેર કરી છે ગાઈડ લાઈન
- કોર્ટના નિયમોનુ પાલન થાય તો ઘટનાઓ અંકુશમાં આવશે
દેશમાં અનેક પ્રકારની ઘટના દુર્ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે.પરંતુ ખુલ્લા બોરવેલમાં માસુમ બાળકોના પડી જતા મોતની ઘટનાઓ અવાર-નવાર સામે આવી છે.ત્યારે કહેવાનું મન થાય કે આખરે ભૂલકાઓનો ભોગ લેતા મોતના કૂવા ક્યારે પુરાશે .
આપણો દેશ ડિજીટલ બન્યો,દેશ માં ટેકનોલોજી વિકસી હોવાના દાવા તાલ ઠોકીને કરવામાં આવી રહ્યા છે.પરંતુ આપણે હજુ 30,40,50 કે 80 ફૂટ ઉંડા બોરવેલમાં ફસાયેલા ભૂલકાઓને બહાર કાઢી બચાવવાની ટેકનોલોજી વિકસાવી શક્યા નથી.બોરવેલમાં બાળકો પડી જવાની ઘટનાઓ સમયાંતરે બનતી જ આવી છે.છતા સરકાર અને તેનુ તંત્ર આ બાબતે ગંભીર નથી જણાતુ અને ગંભીર છે તો પણ પરિણામ નથી મળી રહ્યુ અને તેથા જ અવાર નવાર માસુમોની જીંદગી મોતના કૂવામા હોમાતી રહી છે.
હાલમાં જ 14 જૂનને શુક્રવારે જ ગુજરાતના અમરેલી જિલ્લાના સુરાગપુરા ગામે દોઢ વર્ષની માસુમ બાળકી આરોહી બોરવેલમાં પડી હતી.લગભગ 17 કલાકની જહેમત બાદ બોરવેલમાથી બહાર તો કાઢી પરંતુ તે પહેલા માસુમ આરોહી જીંદગીનો જંગ હારી ગઈ હતી.તેને બચાવવા તંત્રના જવાબદાર અધિકારીઓ, ફાયર વિભાગ,NDRF,108 ઈમરજન્સિ સેવા,પોલીસ ટીમ વગેરે કામે લાગ્યા હતા.
બોરવેલમાં બાળક પડી જવાની આ પહેલી ઘટના નથી.આ અગાઉ પણ ગુજરાત ઉપરાંત અનેક દેશના કેટલાક રાજ્યોમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહી છે.જેમાં વર્ષ 2003 માં ગુજરાતમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીક ખળી ગામની સિમમા અજય નામનુ બે વર્ષનુ બાળક એક ખુલ્લા બારવેલમાં પડી જવાની ઘટના બની હતી,ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી આ ઘટનામાં અથાક જહેમત છતા તંત્રને તેમાં સફળતા મળી ન હતી.અને છેવટે માસુમ અજય જીવનનો જંગ હારી ગયો હતો.
તો વળી હરિયાણામાં પ્રિન્સ નામક બાળક બોરવેલમાં પડી ગયો હતો. વર્ષ 2006 ની આ ઘટનાને આજે 13 વર્ષ વીતી ગયા છે.પણ ઘટના સૌના જહેનમા આજે પણ છે.ત્યારબાદ કુરુક્ષેત્ર વિસ્તારમાં પણ બેરવેલમાં બાળક ફસાઈ જવાની ઘટના બની હતી.આવી ઘટનાઓ દેશના વિવિધ રાજ્યોમાં સમયાંતરે સામે આવતી રહી છે.
– બોરવેલની દુર્ઘટના અંગે રાજ્યવાર ટકાવારી
- બોરવેલ દુર્ઘટનામાં ગુજરાત,હરિયાણા,તમિલનાડુ મોખરે
- ગુજરાત,હરિયાણા,તમિલનાડુ 17.6 ટકા દુર્ઘટના સાથે ટોપ પર
- બોરવેલની દુર્ઘટનામાં રાજસ્થાન 11.8 ટકા સાથે બીજા નંબરે
- આંધ્રપ્રદેષ-ઉત્તરપ્રદેશ,મહારાષ્ટ્રમાં 5.9 ટકા દુર્ઘટના
- મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં 8.8 ટકા બોરવેલ દુર્ઘટના
- અસમમાં 2.9 ટકા બારવેલ દુર્ઘટનાઓ બનવા પામી
- સૌથી વધુ બાળકો રમતા-રમતા બોરવેલમાં પડવાની ઘટના
- બાળકો પ્રત્યે માતા-પિતાની બેદરકારી પણ જવાબદાર
- બાળકોને ખેતર કે વાડીમા એકલા રમવા દેવા ન જોઈએ
– બોરવેલ માટે શું છે અદાલતોની ગાઈડ લાઈન
બોરવેલમાં બાળકો પડી જવાની ઘટના અંગે સુપ્રીમ કોર્ટો પણ એડવાઈઝરી જાહેર કરેલી છે.અને આ નિર્દેશોનું પાલન યોગ્ય રીતે થાય તો આ પ્રકારની દુર્ઘટનાઓને રાકી શકાય છે.સુપ્રીમ કોર્ટે વર્ષ 2010 માં ગાઈડ લાઈ જાહેર કરી હતી.તેમાં દેશની સર્વોચ્ચ અદાલતે બોરવેલના ખોદકામને લઈને આદેશોનું પાલન કરવા કહ્યુ છે.સુપ્રીમ કોર્ટે પાણીના શ્રોત માટે ખોદકામ દરમિયાન બનતી બાળકોની દુર્ઘટના અંગે ઓગસ્ટ 2010માં આદેશ જારી કર્યો હતો.કારણ કે મોટા ભાગના બોરવેલ અથવા તો ટ્યૂબવેલ ખેતરોમાં આવેલા હોય છે.તે 150 થી લઈ 700 ફૂટ અને કેટલાક વિસ્તારમા તો હવે 1200 ફૂટ સુધીની ઉંડાઈ જોવા મળે છે.ત્યારે તેના ખોદકામ સમયે સાવધાની રાખવી અને બોરવેલ બંધ થયા બાદ ખુલ્લા નહી છોડી દેતા તેને પુરી દેવા આદેશ કરાયા છે.
– શું છે બોરવેલના નિયમો
- જે જમીનમાં બોરવેલ કરવામાં આવે તેના માલિકે ખોદકામ પહેલા સ્થાનિકથી લઈ કલેક્ટર સુધીના અધિકારીને લેખિત જાણ કરવાની રહે છે.
- બોરવેલનું ખોદકામ સરકારી,અર્ધ સરકારી કે સત્તાધારી અધિકારી નિયુક્ત કરેલ એજન્સિ જ કરી શકે
- જે જગ્યાએ બોરવેલ કરવાનો હોચ ત્યાં સાઈન બોર્ડ લગાવી એજન્સિની વિગત મુકવી જરૂરી
- બોરવેલનું ખોદકામ કર્યા પછી તેની ફરતે કાંટાળી વાડ કરવી
- બોરવેલ સૂકાઈ જાય કે બંધ હોય તો તેને ખુલ્લો ન છોડી દેતા તેનુ પુરાણ કરવુ
- બંધ પડેલા બોરવેલની પાઈપ પર લોખંડનુ કવર લગાવી પાક્કુ સીલ મારવુ આવશ્યક છે.
આ પ્રકારે જો સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન મુજબ તંત્ર તમામ નિયમો વગેરેનુ પાલન ફરજીયાત પણ કરાવે અથવા તો માલિકો જાગૃતિ દાખવી જાતે જ નિયમો મુજબ કાર્યવાહી કરે સાથે જ વાલીઓ પણ બાળકો પ્રત્યે સજાગ થઈ બાળકોને એકલા રમવા ન મોકલે તો આ પ્રકારના ઘટનાઓ અકુશમાં આવે અથવા તો બંધ થઈ શકે છે.
SORCE : GUJARATI JEGARAN- DIVYA BHASKAR