Encounter : છત્તીસગઢમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ચાર જિલ્લાની પોલીસ સામેલ છે, જે નક્સલવાદને ખતમ કરવાના પ્રયાસમાં સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. જેમાં 8 નક્સલવાદીઓના મોત થયાની માહિતી છે.
- હાઈલાઈટ્સ :
- છત્તીસગઢમાં 8 નક્સલવાદીઓ ઠાર કર્યા
- છેલ્લા 2 ડિયાવસ્થી સુરક્ષા દળો અને નકસળવાદીઓઑ વચ્ચે અથડામણ
- DRG,STF અને ITBP 53મી બટાલિયન ડાળી સંયુકત ઓપરતીઓનમાં સામેલ
- ગયા અઠવાડિયે સાત નક્સલવાદીઓને ઠાર કર્યા હતા
છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલવાદીઓ સાથે જવાનોનું એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, જેમાં જવાનોને મોટી સફળતા મળી છે. અબુઝમાદમાં થયેલા એન્કાઉન્ટરમાં 8 નક્સલવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જેમાં એક જવાન ઘાયલ થયાના સમાચાર છે. કુતુલ, ફરસાબેડા, કોડમેટા વિસ્તારમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે આ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. નારાયણપુરના એસ.પી.પ્રભાત કુમારે આ વાતની પુષ્ટિ કરી છે.
અબુઝહમદમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં ચાર જિલ્લાની પોલીસ સામેલ હોવાની સત્તાવાર માહિતી મળી છે, જે નક્સલવાદને ખતમ કરવાના પ્રયાસમાં સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. આ એન્કાઉન્ટરમાં DRG, STF અને ITBP 53મી કોર્પ્સ ફોર્સ ઓફ નારાયણપુર-કોંડાગાંવ-કાંકેર-દંતેવાડા સામેલ છે. સુરક્ષા દળો આંતરિક વિસ્તારો અને એન્કાઉન્ટર સાઇટ્સની તપાસ કરી રહ્યા છે.
ગત સપ્તાહે સાત નક્સલવાદીઓ માર્યા ગયા હતા
7 જૂને દંતેવાડા અને નારાયણપુર બોર્ડર પર સર્ચિંગ દરમિયાન સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ જવાબી હુમલામાં 7 હાર્ડકોર નક્સલવાદીઓ માર્યા ગયા હતા. સર્ચ દરમિયાન, સૈનિકોને માર્યા ગયેલા નક્સલવાદીઓ પાસેથી મોટી માત્રામાં દારૂગોળો અને હથિયારો પણ મળ્યા હતા.નારાયણપુર, દંતેવાડા અને કોંડાગાંવ જિલ્લાની સરહદ પર સ્થિત મુંગેડી અને ગોબેલ વિસ્તારના એક ગામમાં કેટલાક નક્સલવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં સુરક્ષા દળોએ આ નક્સલ વિરોધી ઓપરેશન શરૂ કર્યું હતું.
છેલ્લા કેટલાક સમયથી છત્તીસગઢમાં પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટીમ સતત નક્સલ વિરોધી અભિયાન ચલાવી રહી છે, જેમાં આ વર્ષે અત્યાર સુધીમાં 120થી વધુ નક્સલવાદીઓ ઠાર કર્યા ગયા મહિને મે મહિનામાં બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો દ્વારા મોટી સંખ્યામાં નક્સલવાદીઓ ઠાર કર્યા હતા..