હાઈલાઈટ્સ :
- દિલ્હી ખાતે ગૃહમંત્રાલયની મહત્વની બેઠક યોજાઈ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક
- જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ હાજર
- બેઠકમાં જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ અંગે થઈ શકે ચર્ચા
- અમરનાથ યાત્રાને લઈને પણ આ બેઠકમા ચર્ચા થઈ શકે
- આતંકવાદ સામે કેવી રીતે કામ લેવુ તેનો પ્લાન ઘડાઈ શકે
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ અને અમરનાથ યાત્રાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીના નોર્થ બ્લોકમાં ગૃહ મંત્રાલયની એક મહત્વ પૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી હતી.જેમાં જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારત માટે આતંકવાદ એ વર્ષો જુની અને કાયમી નડતર રૂપ સમસ્યા રહી છે.છાશવારે આતંકીઓ હુમલા કરી આપણી સેનાને પરેશાન કરે છે.ત્યારે હવે તેના પર અંકુશ લાવવો આવશ્યક છે અને સમયની માંગ પણ છે.ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તે દિશામા ગંભીર બનતા જોવા મળી રહ્યા છે.
હાલમાં જ કેન્દ્રમાં જ નરેન્દ્ર મોદીના વડપણ બેઠળ NDA 3.O સરકાર બની છે.અને સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે.તેવામાં આ સરકાર સામે કેટલાક પડકારો પણ છે.જેમા મોંઘવારી,બેરોજગોરી, તેમજ આંતરીક અને બાહરી સુરક્ષા એટલે કે નકસલવાદ અને આતંકવાદ પણ માથાના દુ:ખાવા સમાન સમસ્યા બની રહી છે.અને કેન્દ્રની NDA સરકાર આ દિશામાં શરૂઆતથી જ કામ કરતી થઈ છે.તેમા જ્યાં સુધી આતંકવાદની સ્મસ્યાની વાત છે તો હવે આતંકીઓની ખેર નથી.કારણ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ બાબાતે ખૂબ જ ગંભીર છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક સુરક્ષાને લઈ દિલ્હી ખાતે એક હાઈલેવલ બેઠક યોજી છે.બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેટલાક મહત્વના મુદ્દે વાત કરશે અને તે દિશામાં ઠોસ પ્લાન પણ ઘડી શકે છે.તો બેઠકમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે જમ્મુ વિસ્તારમાં આતંકી ઘટનાઓમાં વધારો થયો છે તેના પર પણ ચર્ચા થવા સંભવ છે.તેમજ તેના પર કોઈ નક્કર પ્લાન ઘડાઈ શકે તેવી શક્યતા પણ જોવાઈ રહી છે
નોર્થ બ્લોકમાં યોજાયેલ આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા,NSA અજીત ડોભાલ,ગૃહ સચિવ,IB ચીફ સહિત અર્ધ લશ્કરી દળોના DG આર્મી તેમજ એરફોર્સના મોટા અધિકારીઓ હાજર છે.
SORCE : આજતક અને અન્ય