હાઈલાઈટ્સ :
- આપણા સૌ દેશવાસીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત
- અદ્યતન અર્થતંત્ર દેશોના સમૂહ G 7 દેશો કરતા આપણે આગળ
- ભારતનો GDP વૃદ્ધી દર G 7 સભ્ય દેશો કરતા પણ વધારે
- ભારતનો GDP વૃદ્ધી દર G 7 દેશો કરતા 4.6 ગણો વધારે
- G 7 સભ્ય દેશોનો GDP વૃદ્ધી દર એકસાથે માત્ર 1.7 ટકા
- G 7 દેશો સામે એકલા ભારતનો GDP વૃદ્ધી દર 7.8 ટકા
- G 7 દેશોમાં અમેરિકા,બ્રિટન,ફ્રાન્સ,ઇટાલી,જર્મની,કેનેડા,જાપાન
ભારત દેશ માટે એક મહત્વની બાબત કદાચ આપને ખ્યાલ હશે જ પણ જાણવા જેવુ છે કે G 7 દેશો કરતા આપણો એટલે કે ભારતનો GDP વૃદ્ધી દર ખૂબ વધારે છે. ત્યારે કહી શકાય કે આ ક્ષેત્રે G 7 પર પણ હાવી છે આપણુ ભારત.
ઈટાલી ખાતે આયોજીત G 7 શિખર સંમેલનનો આજે રવિવારે અંતિમ દિવસ છે.આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સંમેલનમાં ભાગ લેવા ત્યા ગયા હતા અને સંબોધન પણ કર્યુ હતુ.સાથે જ વિવિધ દેશોના વડા સાથે દ્વી પક્ષીય વાતચિત પણ કરી હતી.
પરંતુ આપણા સૌ માટે ગૌરવ લેવા જેવી બાબત છે કે આપણો ભારત દેશ G7 પર પ્રભુત્વ ધરાવે છે,જી હા મિત્રો,આપણા દેશનો GDP વૃદ્ધિ દર તમામ G7 દેશો કરતાં 4.6 ગણો વધુ છે.આજે G7 સમિટ 2024નો છેલ્લો દિવસ છે.ભારત વતી પીએમ નરેન્દ્ર મોદીએ પણ આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો.જો કે ભારત G7 દેશોનો હિસ્સો નથી, પરંતુ તેમ છતાં જો આપણે GDPમાં વૃદ્ધિની વાત કરીએ તો આ બાબતમાં આપણે G7 દેશો કરતા ઘણા આગળ છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ 2024માં ભાગ લઈને ઈટાલીથી સ્વદેશ પરત ફર્યા છે. G7 સમિટ 13 થી 15 જૂન દરમિયાન ઇટાલીના અપુલિયામાં ફાસાનો શહેરમાં લક્ઝરી રિસોર્ટ બોર્ગો એગ્નાઝિયા ખાતે યોજાઈ છે.જોકે ભારત G7 દેશોનો ભાગ નથી,પણ PM મોદીને G7 સમિટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા.પીએમ મોદી છેલ્લા કેટલાક સમયથી G7 સમિટમાં ભાગ લઈ રહ્યા છે. G7 એ વિશ્વના 7 અદ્યતન અર્થતંત્ર દેશોનો સમૂહ છે.તેના સભ્યો અમેરિકા,બ્રિટન,ફ્રાન્સ,ઇટાલી,જર્મની,કેનેડા અને જાપાન છે.પરંતુ જો આપણે આર્થિક વૃદ્ધિની વાત કરીએ તો ભારત આ મામલે G7 દેશો કરતા આગળ છે.
G7 દેશોના જૂથમાં સામેલ તમામ દેશોની અર્થવ્યવસ્થા વિશ્વની ટોચની 10 અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. ભારતની અર્થવ્યવસ્થા પણ વિશ્વની ટોચની 10 અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે.ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.પરંતુ જ્યારે જીડીપી વૃદ્ધિ દરની વાત આવે છે,ત્યારે ભારત G7 કરતા શ્રેષ્ઠ છે. જો આપણે તમામ G7 દેશોના GDP વૃદ્ધિ દર પર નજર કરીએ, તો તે એકસાથે માત્ર 1.7 ટકા છે.જો આપણે એકલા ભારતના GDP વૃદ્ધિ દર પર નજર કરીએ તો તે 7.8 ટકા છે.તેનો અર્થ એ છે કે ભારતનો GDP વૃદ્ધિ દર તમામ G7 દેશોના GDP વૃદ્ધિ દર કરતાં 4.6 ગણો વધુ છે.
SORCE : પત્રિકા