ઈદ-ઉલ-અઝહાની પૂર્વ સંધ્યાએ રવિવારે પાકિસ્તાનમાં ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી) બ્લાસ્ટમાં ચાર નાગરિકોના મોત થયા હતા.
હાઈલાઈટ્સ
- પાકિસ્તાનમાં IED બ્લાસ્ટ
- ચાર નાગરિકોના મોત
- ઈદ-ઉલ-અઝહાની પૂર્વ સંધ્યાએ થયો બ્લાસ્ટ
- 5 આતંકવાદીઓ પણ ઠાર
ઈદ-ઉલ-અઝહાની પૂર્વ સંધ્યાએ રવિવારે પાકિસ્તાનમાં ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (આઈઈડી) બ્લાસ્ટમાં 4 નાગરિકોના મોત થયા હતા. આ સિવાય આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ 5 આતંકવાદીઓને પણ ઠાર માર્યા હતા.
ડૉન અખબાર અનુસાર, રવિવારે સેન્ટ્રલ કુર્રમ વિસ્તારમાં IED વિસ્ફોટ થતાં ચાર લોકો માર્યા ગયા અને બે ઘાયલ થયા. જિલ્લા પોલીસ અધિકારી નિસાર અહેમદ ખાને જણાવ્યું હતું કે IED રસ્તાના કિનારે લગાવવામાં આવ્યો હતો. જ્યારે મુસાફરોથી ભરેલી કાર આ જગ્યાએથી પસાર થઈ રહી હતી ત્યારે જોરદાર વિસ્ફોટ થયો હતો. તમામ મુસાફરો ઈદ-ઉલ-અઝહા માટે કુરબાનીના પ્રાણીઓ ખરીદવા જઈ રહ્યા હતા.
ARY ન્યૂઝ ચેનલ અનુસાર, સુરક્ષા દળોએ રવિવારે ખૈબર પખ્તુનખ્વાના ખૈબર જિલ્લામાં 5 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ પાકિસ્તાને કહ્યું છે કે માર્યા ગયેલા આતંકવાદીઓ સુરક્ષા દળો પર હુમલા અને નિર્દોષ નાગરિકોની હત્યામાં સામેલ હતા. આ આતંકવાદીઓના કબજામાંથી હથિયારો, ગોળીઓ અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે.
હિન્દુસ્તાન સમાચાર