હાઈલાઈટ્સ :
- ભારતીય શેર બારમા આજે મંગળમય શરૂઆત
- મુખ્ય સૂચકાંકો લીલા તોરણે ખુલ્યા હતા
- સેન્સેક્સ 77,326 તો નિફ્ટી 23,573 ના સ્તરે
- NSE પર 1735 શેર લીલા તો 348 લાલ નિશાને
ભારતીય શેર બજાર આજે મંગળવારે ખુલ્યુ હતુ.ખુલતાની સાથે જ ભારતીય શેર બજારે મંગળમય શરૂઆત કરી અને ગ્રીન ઝોનમાં જોવા મળ્યુ હતુ.
ભારતીય શેર બજારમાં આજે શરૂઆત લીલા તોરણે શરૂ થઈ અને શરૂઆતના કારોબાર પર નજર કરીએ તો મુખ્ય સૂચકાંકો ઐતિહાસિક સ્તરે પહોંચ્યા હતા.જેમાં સેન્સેક્સ 77,326 તેમજ નિફ્ટી 23,573ના સ્તરે જોવા મળ્યા હતા.
મંગળવારે સવારે જ્યારે બજારની શરૂઆત થઈ ત્યારે સેન્સેક્સ 226 પોઈન્ટ પર હતો તે 0.29 ટકા વધીને 77,219 અંક પર પહોંચી ગયો તો મળી નિફ્ટી પણ 77 પોઈન્ટથી 0.33 ટકા વધીને 23,543 ના સ્તરે પહોંચ્યો હતો.
બજારમા આજે શરૂઆતથી જ ખરીદદારી જેવા મળી અને NSE પર 1735 શેર લીલા નિશાનમાં અને 348 શેર લાલ નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા.
SORCE : પત્રિકા