હાઈલાઈટ્સ :
- મોદી 3.O સરકાર માટે અમેરિકાથી આવ્યા શુભ સંકેત
- ભારતનુ અર્થતંત્ર ઝડપથી આગળ વધવાના વિદેશી અનુમાન
- ભારતીય અર્થતંત્રને લઈ અમેરિકાથી આવ્યા સારા સંકેત
- ગ્લોબલ રેટિંગ એજન્સિ ફિચે ભારતના ગ્રોથ રેટને વધાર્યો
- ભારતના ગ્રોથ રેટના અનુમાનને 20 બેસિસ પોઈન્ટ વધાર્યો
- બીજી તરફ ફિચે ચીનના અર્થતંત્ર માટે માઠા સમાચાર આપ્યા
- રેટિંગનુ આ નવુ અનુમાન RBI દ્વારા દર્શાવેલા GDP ગ્રોથ રેટ અનુરૂપ
- ભારતીય અર્થતંત્ર 7.2 ટકાના દરથી આગળ વધવાનો અંદાજ જાહેર
NDA ગઠબંધનની ત્રીજી વખત દેશમાં સરકાર બની છે અને નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન બન્યા છે.તેવામાં અર્થતંત્રને લઈ વિદેશથી સારા સંકેતો મળવાના પણ શરૂ થઈ ચૂક્યા છે.
જી હા,મિત્રો દેશમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કેન્દ્રની 3.O સરકારનું ગઠન થયુ છે.અને ત્રીજી વાર વડાપ્રધાન બનતાની સાથે જ વિદેશથી ભારત માટે સારા સંકેત મળતા થયા છે.
આ સમાચાર અમેરિકાથી આવી રહ્યા છે.આપણ સારા સમાચાર અંગે વાત કરીએ તો ગ્લોબલ રેટિંગ એડન્સિએ નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકાર માટે સારા સંકેત આપ્યા છે.જેમા એજન્સિએ ભારતના ગ્રોથ રેટના અનુમાનને 20 બેસિસ પોઈન્ટ વધારે દીધા છે.તો બીજી તરફ ફિચે ચીનના અર્થતંત્ર માટે માઠા સમાચાર આપ્યા છે.
દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ NDA સરકારે મંત્રી મંડળની રચના બાદ હજુ તો કામગીરી શરૂ જ કરી છે. અને જનતા માટે સામાન્ય બજેટ રજૂ કરવાની તૈયીરીમા છે. તે વચ્ચે જ દેશના અર્થતંત્રને લઈ અમેરિકાથી શુભ સંકેત મળી રહ્યા છે.જેમાં અમેરિકાની ગ્લોબલ રેટિંગ એજન્સિ ફિચ રેચિંગ્સે આજે મંગળવારના મંગળ દિવસે વર્તમાન નાળાકીય વર્ષ 2024-25 માટે ભારતના ગ્રોથ રેટમાં સંશોધન કરતા તેને વધારી દિધો છે.અને કહ્યુ છે કે ભારતીય અર્થતંત્ર 7.2 ટકાના દરથી આગળ વધશે.તો બીજી તરફ ચીનના અર્થતંત્ર માટે ફિચ રેટિગ્સ તરફથી ઝટકો આપે તેવા સંકેત આપ્યા છે.
આ પહેલા માર્ચમાં ફિંચ રેટિગ્સે ભારતીય અર્થવ્યવસ્થા 7 ટકાના દરથી આગળ વધવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.તે બાદ દેશમા લોકસભા ચૂટણી યોજાઈ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી NDA સરકાર બની ત્યારબાદ તમામ રેટિંગ્સ એજન્સિઓએ ભારતના આર્થિક ગ્રોથને લઈ સકારાત્મક અનુમાન જાહેર કર્યા છે.
ફિચ રેટિંગ એજન્સિએ ભારતના ઘરેલુ ઉત્પાદ ક્ષમતા દર એટલે કે GDP ગ્રોથના અનુમાનને વધારવા સાથે પોતાના રિપોર્ટમાં નાણાકીય વર્ષ 2025-26 માટે 6.5 ટકા અને નાણાકીય વર્ષ 2026-27 માટે 6.2 ટકા ગ્રોથ રેટનુ અનુમાન લગાવ્યુ છે. રેટિંગનુ આ નવુ અનુમાન ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI દ્વારા દર્શાવેવા GDP ગ્રોથ રેટ અનુરૂપ જ છે. RBI એ પણ જૂન મહિનાના શરૂઆતમાં MPC બેઠક બાદ રૂરલ ડિમાંડના સુધાર અને મોંઘવારી દરમા નરમાઈ ને જોતા અર્થતંત્રના 7.2 ટકા દરથી વધારવાનો અંદાજ જાહેર કર્યો છે.
SORCE : આજતક