ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરના રફિયાબાદ વિસ્તારમાં બુધવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ દરમિયાન સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. જો કે આ કાર્યવાહીમાં એક જવાન ઘાયલ થયો હતો.
હાઈલાઈટ્સ
- બારામુલ્લાના સોપોરમાં સુરક્ષાદળોને મોટી સફળતા
- એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર
- કાર્યવાહીમાં એક જવાન ઘાયલ
જણાવી દઈએ કે બુધવારે સવારે સોપોરના હાડીપોરાના લિસર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ચોક્કસ માહિતી મળ્યા બાદ પોલીસ, સેના અને CRPFની સંયુક્ત ટીમે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. બપોરે આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળોને નજીક આવતા જોયા અને ગોળીબાર શરૂ કર્યો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. હાલમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે.
તમને જણાવી દઈએ કે મંગળવારે ક્યુઆરટી વાહનમાં સૈન્યના જવાનોએ શહેરના વીર ભૂમિ પાર્કના ગેટની બહાર એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. આ બેગમાંથી આર્મી યુનિફોર્મ, ટી-શર્ટ, પાયજામા અને SLR નું કારતૂસ મળી આવ્યું હતું.