ભારતમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી આકરી ગરમીની અસર હવે સાત સમંદર પાર પહોંચી રહી છે. આ સંદર્ભમાં, અતિશય ઠંડો દેશ ગણાતા અમેરિકા પણ ગરમીની ઝપેટમાં છે, અમેરિકામાં હીટ વેબની અસરને કારણે મંગળવારે કરોડો લોકો માટે હેલ્થ એલર્ટ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.
હાઈલાઈટ્સ
- અમેરિકામાં ગરમીનો 67 વર્ષનો રેકોર્ડ તુટ્યો
- ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો
- લોકો માટે હેલ્થ એલર્ટ એડવાઈઝરી જારી કરાઈ
- શિકાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન
ભારતમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી આકરી ગરમીની અસર હવે સાત સમંદર પાર પહોંચી રહી છે. આ સંદર્ભમાં, અતિશય ઠંડો દેશ ગણાતું અમેરિકા પણ ગરમીની ઝપેટમાં છે, અમેરિકામાં હીટ વેબની અસરને કારણે મંગળવારે કરોડો લોકો માટે હેલ્થ એલર્ટ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. ફિનિક્સમાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે, જ્યારે ઉનાળાની સિઝનના પ્રથમ સપ્તાહમાં જ શિકાગો સહિત અનેક શહેરોમાં ગરમીના રેકોર્ડ બની રહ્યા છે.
શનિવારે ફિનિક્સમાં તાપમાન 44.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. મધ્યપશ્ચિમ રાજ્યોમાં સોમવારથી ભારે ગરમીનો અનુભવ થવાનું શરૂ થયું હતું જેને નેશનલ વેધર સર્વિસે ખતરનાક અને લાંબા સમય સુધી ગરમીનું મોજું ગણાવ્યું હતું. તે ઓછામાં ઓછા શુક્રવાર સુધીમાં આયોવાથી મૈને સુધી ફેલાય તેવી અપેક્ષા છે.
શિકાગોમાં સોમવારે 36.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે 1957નો રેકોર્ડ તોડ્યો હતો. નેશનલ વેધર સર્વિસે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે શિકાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન ચાલુ રહેવાની ધારણા છે, તે આ અઠવાડિયે 37.7 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
ગયા વર્ષે પણ, અમેરિકાએ 1936 પછી બે દિવસ અસામાન્ય રીતે ગરમ હવામાનનો સામનો કર્યો હતો. ફોનિક્સમાં પરિસ્થિતિ સૌથી ખતરનાક હતી, જ્યાં ગરમી સંબંધિત કારણોથી 645 લોકો મૃત્યુ પામ્યા હતા, જે એક રેકોર્ડ છે. અધિકારીઓએ લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે.