હાઈલાઈટ્સ :
- 21 જૂનનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
- આ વખતે 10 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવાશે
- ભારતીય પરંપરાગત સાધના સમો યોગ વિશ્વસ્તરે વિસ્તર્યો
- PM નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમહાસભા સમક્ષ મુક્યો પ્રસ્તાવ
- વડાપ્રધાને 27 સપ્ટેમ્બર,2014ના રોજ પ્રસ્તાવ મુક્યો હતો
- સંયુક્ત રાષ્ટ્રે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા જાહેરાત કરી
- યોગ માત્ર અંગ કસરત નથી પણ યોગ એક સાધના-ધ્યાન
- યોગ એ સંસ્કૃત અને પાલી શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ
- સનાતન હિન્દુ ધર્મ,બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં વિશેષ મહત્વ
- રાજયોગ,કર્મયોગ,જ્ઞાનયોગ,ભક્તિયોગ અને હઠયોગ શામેલ
- શરીરના આઠ અંગ મળીને જે યોગ બને તે અષ્ટાંગ યોગ
આપણી અતિ પૌરાણીક એટલે કે ઋષિમુનિ વખતથી ચાલતી આવતી શારીરિક અને માનસિક સ્વસ્થતા માટેની આગવી પદ્ધતિ એટલે યોગ વિદ્યા છે.આજકાલ યોગ એ માત્ર ભારત પુરતો સિમિત નથી રહ્યો પરંતુ તે વિશ્વ સ્તરે તેનુ મહત્વ જોવા મળે છે.
ભારતની આ સૌથી પ્રાચીન અને માનવ જીવન માટે ખૂબ જ અગત્યની યોગ પરંપરા આજે ન માત્ર ભારતમા પણ હવે વિશ્વસ્તરે
વિસ્તરી છે.જી હા મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહને લઈ 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામા આવ્યો છે.યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27 સપ્ટેમ્બર, 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના સંબોધનમાં મૂક્યો હતો.આ પછી સંયુક્ત રાષ્ટ્રએ આ અંગે પ્રસ્તાવ લાવીને 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી.ત્યારે આજે આપણે યોગ વિશે વાત કરીએ.
યોગ એ માત્ર અંગ કસરત નથી પણ યોગ એટલે એક સાધના એક ધ્યાનસ્થ એકાગ્રતા છે જેના આઠ અંગ હોય
યોગ એ સંસ્કૃત અને પાલી શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે તેનો મૂળ અર્થ ધ્યાન છે.તે શારીરિક અને માનસિક વિદ્યાની પરંપરાગત શાખા છે.
ખાસ કરીને સનાતન હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં આ શબ્દનો પ્રયોગ ધ્યાનનાવસ્થા સાથે સાંકળવામાં આવ્યો છે.હિન્દુ ધર્મમા તેનો સંબંધ દર્શનશાસ્ત્રની છ પરંપરાગત અષ્ટકામાની એક વિદ્યાશાખા સાથે પણ છે.અને આ વિદ્યાશાખાઓ જે અભ્યાસ સૂચવે તે લક્ષ્યાંક તરફ દોરી જાય છે. જૈન ધર્મમા તેનો સંબંધ માનસિક,વાચિક અને ભૌતિક પ્રવૃતિઓના સાર સ્વરૂપે છે.
હિન્દુ દર્શનશાસ્ત્રમાં યોગની મુખ્ય શાખાઓની વાત કરીએ તો રાજયોગ,કર્મયોગ,જ્ઞાનયોગ,ભક્તિયોગ અને હઠયોગ શામેલ છે.યોગની ચર્ચા વિવિધ શાસ્ત્રોમાં જુદા જુદા પાસાઓ પર થઈ છે.તેમાં ઉપનિષદ,શ્રીમદ્ ભગવદ ગીતા,હઠયોગ પ્રદાપિકા,શૈવસંહિતા અને અન્ય વિવિધ હિન્દુ ગ્રંથોમા યોગના અલગ અલગ પાસ પર ચર્ચા થઈ છે.
સંસ્કૃત શબ્દ યોગના એમ તો અનેક અર્થ છે તે મૂળ સંસ્કૃત “યુજ” પરથી ઉતરી આવ્યો છે.અને યુજ એટલે જોડવુ,સંગઠીત કરવુ તેવો થાય છે.તો યોગનુ વૈકલ્પિક મૂળ યુજિર સમાધૌ છે જેનો અર્થ એકાગ્રતા મેળવવી કે ધ્યાન ધરવુ તેવો થાય છે.વૈદિક સંહિતાઓમાં સંન્યાસ અને સન્યાસીનીના સંદર્ભો છે.જ્યારે સંયમ દાખવવા તપનો સંદર્ભ ઈ.સ. 500 પૂર્વે વેદો પરની પ્રાચીન ભાષ્યોમાં જોવા મળે છે.સિંધુ ખીણની સંસ્કૃતિના કેટલાક યોગ મુદ્રામા હોય તેવા સિક્કા પાકિસ્તાન સ્થિત કેન્દ્રો પરથી મળી આવ્યા છે.
પ્રાણાયમ એ યોગના આઠ અંગો પૈકીનો એક છે. જેમાં શ્વાસ લેવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. યોગના આઠ અંગે મળીને જે યોગ બને તેને અષ્ટાંગ યોગ કહે છે. યોગ એટલે મનને કાબૂમા રીખવ, અને વૃત્તિઓથી મુક્ત થવુ.સદીઓ પહેલા મહર્ષિ પતંજલિએ મુક્તિના આઠ દરવાજા વર્ણવ્યા,જેને આપણે ‘અષ્ટાંગ યોગ’ કહીએ છીએ.હાલમાં, આપણે અષ્ટાંગ યોગના માત્ર અમુક ભાગો જ જાણીએ છીએ જેમ કે આસનો,પ્રાણાયામ અને ધ્યાન.
આજે આપણે પતંજલિ યોગના આઠ અંગો વિશે સંપૂર્ણ માહિતી જાણવા પ્રયાસ કરીએ.
1. યમ
યમ એ સંયમ શબ્દથી આવ્યો છે અને સંયમિત વર્તન એવે તેનો અર્થ થાય છે. યમ ના પાંચ ભાગ છે જેમાં અહિંસા,સત્ય,અસ્તેય,બ્રહ્મચર્ય,અરિગ્રહ
2. નિયમ
નિયમ શબ્દ પણ નિય પરથી આવ્યો છે તેના પણ પાંચ પ્રકાર છે.જેમા શૌચ,સંતોષ,તપ,સ્વાધ્યાય,ઈશ્વર પ્રણિધાન
3. આસન
યોગનો વધુ એક પ્રકાર છે આસન તે વર્તમાન સમયમાં ખૂબ પ્રખ્યાત છે. આસન માત્ર શારીરિક કસરત નથી. મહર્ષિ પતંજલિએ આસન વિશે સમજાવ્યુ કે સ્થિરમ્ સુખમ્ આસન.એટલે કે શરીરની સ્થિરતા અને મનમાં આનંદ તેમજ સહજતા એ જ તો આસન છે.
4.પ્રાણાયામ
પ્રાણાયામ એ શરીરમા સૂક્ષ્મ જીવન શક્તિને વિસ્તારવાની એક સાધના છે. મહર્ષિ યાજ્ઞવલ્કજીએ યોગ સંહિતામાં પ્રાણ તેમજ અપાન પ્રત્યે સજાગતાના જોડાણને પ્રાણાયામ કરીકે વર્ણવ્યુ છે.શ્વાસની મદદથી આપણે શરીર અને મન બંનેને સાધી શકીએ છીએ.
5.પ્રત્યાહાર
આપણી પાસે 11 ઈન્દ્રીયો છે એટલે પાંચ જ્ઞાનેન્દ્રીયો,પાંચ કર્મેન્દ્રીયો અને પાંચમુ મન છે.પ્રત્યાહાર શબ્દ પ્રતિ અને આહારથી બન્યો છે.એટલે કે ઈન્દ્રીયો જે વસ્તુઓનો આનંદ લઈ શકે તેમાથી મૂળ પ્રતિ અને આહારથી બનેલ એટેલે કે ઈન્દ્રીયો જે વસ્તુઓનો આનંદ લઈ રહી છે તેમાથી તેને મૂળ સ્ત્રોત તરફ વાળવી જાણકારો અનુસાર જે સક્રિય છે તે ઉર્જા વાપરે છે.
6. ધારણા
ચિત્તસ્ય ધારણા એટલે મનને એક જગ્યાઅ સ્થિર રાખવુ એ ધારણી છે. આપણે વારંવાર ધારણાને ધ્યાન સમજવાની ભૂલ કરીએ છીએ.ધારણા એ મનને એકાગ્ર કરવાની સાધના છે.
ધારણા એ હકીકતમાં ધ્યાન પહેલાની અવસ્થા છે. મનમાં રહેલા વિચારોના પૂરને કાબૂમાં રાખીને ધારણા આપણને શાંતિ આપે છે.
7.ધ્યાન
યોગ સૂત્રો કહે છે કે જ્યારે ધારણા ટકી રહે છે,ત્યારે ધ્યાન થાય છે.તે સ્પષ્ટ વાત છે કે આપણે ધ્યાન કરી શકતા નથી,પરંતુ તે થઈ જાય છે. એટલે કે ધ્યાન લાગી જાય છે.ધ્યાનના નામે આપણે જે પણ પદ્ધતિ કે પ્રક્રિયા અપનાવીએ છીએ,તે જ આપણને ધારણા એટલે કે એકાગ્રતા તરફ લઈ જઈ શકે છે.
8. સમાધિ
સમાધિ શબ્દ સામ એટલે કે સમાનતા પરથી આવ્યો છે.યોગ યાજ્ઞવલ્ક્ય સંહિતામાં આત્મા અને પરમાત્મા વચ્ચેની સમાનતાની સ્થિતિને સમાધિ કહેવામાં આવી છે.મહર્ષિ પતંજલિ કહે છે કે જ્યારે યોગી તેના વાસ્તવિક સ્વરૂપ સત્ ચિત્ આનંદ સ્વરૂપમાં ડૂબી જાય ત્યારે સાધકની તે સ્થિતિને સમાધિ કહેવામાં આવે છે.સમાધિ એ સંપૂર્ણ યૌગિક અવસ્થાનું સ્વરૂપ છે.