Sheikh Hasina Meet PM Modi : બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના બે દિવસના ભારત પ્રવાસે છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું સ્વાગત કર્યું હતું. બંને એકબીજાના દેશોના મંત્રીઓ અને પ્રતિનિધિઓને મળ્યા. શેખ હસીના શુક્રવારે જ ભારત પહોંચી ગયા હતા.
- હાઈલાઈટ્સ :
- શેખ હસીનાની 15 દિવસમાં બીજી ભારત મુલાકાત
- બાંગ્લાદેશના PM શેખ હસીના PM મોદીને મળ્યા
- શેખ હસીના આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે
- 9 જૂને પીએમ મોદીના શપથ ગ્રહણમાં માં હાજર રહ્યા હતા
- તિસ્તાનદીના પાણીની વહેંચણી સહિતના મુદ્દાઓ પર આજે ચર્ચા
બાંગ્લાદેશના PM શેખ હસીના PM મોદીને મળ્યા, શેખ હસીના આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળવાના છે. તિસ્તાના પાણીની વહેંચણી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.ભારત આવ્યા બાદ તેઓ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પીએમ મોદી અને કેન્દ્રીય મંત્રી પરિષદના શપથ ગ્રહણ કાર્યક્રમ માટે દિલ્હી આવ્યા હતા. બંને દેશોના વડાપ્રધાન સંરક્ષણ,કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર અને એનર્જી અને વોટર શેરિંગ જેવા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે. આ બધાની વચ્ચે લાંબા સમયથી પેન્ડિંગ તિસ્તાના પાણીનું વિતરણ પણ ખાસ મુદ્દો બની રહેશે.
શેખ હસીનાની 15 દિવસમાં બીજી ભારત મુલાકાત
15 દિવસમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાની ભારતની આ બીજી મુલાકાત છે. નવી કેબિનેટના શપથ ગ્રહણમાં આમંત્રિત કરવામાં આવેલા નેતાઓમાં તેઓ પણ હતા. ભારતની “નેબર ફર્સ્ટ” નીતિ હેઠળ બાંગ્લાદેશ એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. મળતી માહિતી મુજબ, એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને નેતા ગંગા જળ વહેંચણી સંધિના નવીકરણ પર પણ ચર્ચા કરી શકે છે.
#WATCH || બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં એકબીજાના દેશોના પ્રધાનો અને પ્રતિનિધિઓને મળ્યા..#SheikhHasina #NarendraModi #Bangladesh #RashtrapatiBhavan pic.twitter.com/Xdu1hvDyoJ
— Gujarati Daily Times (@GujaratiDailyT) June 22, 2024
ગંગા જળ વહેંચણીના સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે
ભારતે 1975માં ગંગા નદી પર ફરક્કા ડેમ બનાવ્યો હતો, જેના પર બાંગ્લાદેશે નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારબાદ ભારત અને બાંગ્લાદેશે 1996માં ગંગા જળ વહેંચણી સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. ખાસ વાત એ છે કે આ સંધિ માત્ર 30 વર્ષ માટે હતી અને તે આવતા વર્ષે સમાપ્ત થઈ રહી છે.