હાઈલાઈટ્સ :
- સપ્તાહના મધ્યાંતરે શેર બજારમાં ભારે ઉછાળો આવ્યો
- ગુરુવારે ઉતાર-ચઢાવ બાદ ઐતિહાસિક સપાટીએ બંધ
- સેન્સેક્સ 559 તો નિફ્ટી 175 પોઈન્ટના વધારા સાથે બંધ
- સેન્સેકસ 79,243ના સ્તરે તો નિફ્ટી 24,000ને પાર થયો
- સ્થાનિક બજારમાં શરૂઆતના ઘટાડા બાદ આગ ઝરતી તેજી
- આજે બજારમાં સૌથી મોટી તેજી IT સેક્ટરમાં જોવા મળી
સપ્તાહના ચોથા દિવસે એટલે કે આજે ગુરૂવારે ભારતીય શેર બજારમાં અનેક ઉતાર-ચઢાવ જોવા મળ્યા અને છેવટે 79,243ની ઐતિહાસિક સપાટી હાંસલ કરી હતી તો વળી નિફ્ટીએ પણ નવો રેકોર્ડ બનાવ્યો હતો.
આજે ગુરુવારે એટલે કે સપ્તાહના મધ્યાંતરે ભારતીય શેર બજારમા ભારે ઉતાર ચઢાવ બાદ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યુ હતુ.સ્થાનિક બજારમાં શરૂઆતમાં સેન્સેક્સ 150 પોઈન્ટ ડાઉન આવ્યો હતો.તો નિફ્ટી પણ ઘટીને 23,850 પોઈન્ટ થયો હતો.તો બાદમાં બજારે નવી ઉંચાઈએ પહોચ્યો હતો.અને 79,000 પોઈન્ટની સપાટીએ પહોંચી સફળ રહ્યો હતો.તો નિફ્ટી પણ પહેલી વખત 24,000 ની નજીક પહોંચી ગયો હતો.
તો અંતે ઘરેલુ શેર માર્કેટ મોટા ઉછાળા સાશે બંધ રહ્યુ હતુ.આજે ગુરુવારે કારોબારના અંતે BSE સેન્સેક્સ 569 પોઈન્ટ ઉછળી 79,243 પર તો નેશનલ સ્ટોક એક્સેન્જનો નિફ્ટી 175ના વધારા સાથે 24,044 અંકો પર ક્લોઝ થયો હતો.
આ પ્રકારે આજે ઉતાર-ચઢાવ બાદ અંતે ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં બંધ આવ્યુ હતુ.નોંધનિય છે કે આજના સત્રમાં સૌથી મોટી તેજી IT સેક્ટરમાં જોવા મળી હતી.જેમા નિફ્ટી IT ઈન્ડેક્સ 2 ટકા ના ઉછાળા સાથે બંધ આવ્યુ હતુ.આ ઉપરાંત ઓટો સેક્ટર,FMCG,મેટલ્સ,એનર્જી,હેલ્થકેર,ઓઈલ અને ગેસ સેક્ટરમાં પણ તેજી રહી હતી,
SORCE : ABP ન્યૂઝ, અમર ઉજાલા