વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે ફોન પર વાત કરી અને T-20 વર્લ્ડ કપમાં ભારતની મજબૂત જીત બદલ અભિનંદન પાઠવ્યા.
હાઈલાઈટ્સ
- ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પીએમ મોદીએ કર્યો ફોન
- જીત બદલ પાઠવી શુભકામના
- વડાપ્રધાન મોદીએ રોહિત શર્માની શાનદાર કેપ્ટનશીપની પ્રશંસા કરી
- કોહલીની ઇનિંગ્સ અને ભારતીય ક્રિકેટમાં તેના યોગદાનની પણ પ્રશંસા કરી
- રાહુલ દ્રવિડનો પણ આભાર માન્યો હતો
ફોન પર ભારતીય ટીમને અભિનંદન આપતાં વડાપ્રધાન મોદીએ રોહિત શર્માની શાનદાર કેપ્ટનશીપની પ્રશંસા કરી અને તેની T-20 કારકિર્દીની પણ પ્રશંસા કરી. તેણે ફાઇનલમાં વિરાટ કોહલીની ઇનિંગ્સ અને ભારતીય ક્રિકેટમાં તેના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને હાર્દિક પટેલની છેલ્લી ઓવર અને સૂર્ય કુમાર યાદવના કેચ સાથે જસપ્રિત બુમરાહના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. વડાપ્રધાને ભારતીય ક્રિકેટમાં યોગદાન બદલ રાહુલ દ્રવિડનો પણ આભાર માન્યો હતો.
આ પહેલા વડાપ્રધાન મોદીએ શનિવારે મોડી રાત્રે એક વીડિયો સંદેશ જારી કરીને ટીમ ઈન્ડિયાને તેની જીત પર અભિનંદન પાઠવ્યા હતા.