નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) એ NEET PG પરીક્ષાની નવી તારીખ આજે એટલે કે 5મી જુલાઈએ જાહેર કરી છે.NEET PGની પરીક્ષા 11મી ઓગસ્ટે લેવામાં આવશે.
- હાઈલાઈટ્સ :
- NEET PG પરીક્ષાની તારીખ જાહેર
- 11મી ઓગસ્ટે NEET PG પરીક્ષા લેવાશે
- પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે
- પહેલા આ પરીક્ષા 23 જૂનના રોજ યોજાવાની હતી
મેડિકલ સાયન્સમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન (NBE) એ NEET PG 2024 પરીક્ષાની નવી તારીખ આજે એટલે કે 5મી જુલાઈએ જાહેર કરી છે.NEET PGની પરીક્ષા 11મી ઓગસ્ટે લેવામાં આવશે.પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવશે.પહેલા આ પરીક્ષા 23 જૂનના રોજ યોજાવાની હતી,પરંતુ પરીક્ષાના એક દિવસ પહેલા જ સ્વાસ્થ્ય મંત્રાલયે NEET PG પરીક્ષા સ્થગિત કરી દીધી હતી.
પરીક્ષા રદ થયા પછી,NBEના અધ્યક્ષ ડૉ.અભિજાત સેઠે કહ્યું હતું કે આ નિર્ણય એટલા માટે લેવાયો છે કારણ કે શિક્ષણ મંત્રાલય પરીક્ષા પ્રક્રિયાની મજબૂતી તપાસવા અને પ્રક્રિયામાં કોઈ ખામી ન હોવાની ખાતરી મેળવવા માંગે છે.તેમણે કહ્યું કે NBE છેલ્લા સાત વર્ષથી NEET-PGનું આયોજન કરી રહ્યું છે અને બોર્ડના કડક SOPને કારણે પેપર લીકના કોઈ અહેવાલ નથી.
NEET PG પરીક્ષાનું ફોર્મેટ
NEET PG પરીક્ષાના ફોર્મેટ વિશે વાત કરીએ તો, આ પરીક્ષામાં 200 બહુવિકલ્પ પસંદગીના પ્રશ્નો છે. દરેક પ્રશ્નમાં ચાર વિકલ્પો છે.ઉમેદવારોએ આ ચાર વિકલ્પોમાંથી સાચો, શ્રેષ્ઠ અથવા સૌથી યોગ્ય જવાબ પસંદ કરવાનો રહેશે.પરીક્ષામાં નેગેટિવ માર્કિંગની પણ જોગવાઈ છે. સાચા જવાબ માટે ચાર ગુણ કાપવામાં આવશે અને ખોટા જવાબ માટે એક ગુણ કાપવામાં આવશે. ઉમેદવારોને 200 પ્રશ્નો ઉકેલવા માટે 3 કલાક અને 30 મિનિટનો સમય મળે છે.
પીજી મેડિકલ કોર્સમાં પ્રવેશ
NEET PG પરીક્ષામાં ભાગ લેવા માટે MBBSની ડિગ્રી હોવી જરૂરી છે.આ પરીક્ષા 13,886 માસ્ટર ઓફ સર્જરી (MS),26,699 ડોક્ટર ઓફ મેડિસિન (MD) અને 922 પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) ડિપ્લોમા બેઠકોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે. આ પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને 350 થી વધુ મેડિકલ કોલેજોમાં પીજી મેડિકલ કોર્સમાં પ્રવેશ મળે છે, જેમાં સરકારી અને ખાનગી બંને કોલેજો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે.