હાઈલાઈટ્સ :
- બ્રિટન બાદ ઈરાનમાં પણ થયુ સત્તા પરિવર્તન
- પૂર્વ રાષ્ટ્રપતિ રઈસીના મૃત્યુ બાદ યોજાઈ ચૂંટણી
- ઈરાનમાં રાષ્ટ્રપતિ પદ માટે યોજાયુ હતુ મતદાન
- ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા મસૂદ પેઝેશ્કિયાન
- મસૂદ પેઝેશ્કિયાન ઈરાનના 9 મા રાષ્ટ્રપતિ બનશે
- પેઝેશ્કિયાને નજીકના હરિફ સઈદ જલીલીને હરાવ્યા
- ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી ગત 5 જૂલાઈએ યોજાઈ
- મસૂદ પેઝેશ્કિયાનની ઈરાનમાં ઉદારવાદી તરીકેની છાપ
બ્રિટનમાં સત્તાપરિવર્તન પછી હવે ઈરાનમા પણ સત્તાપરિવર્તન થયુ છે.રઈસીના મૃત્યુ બાદ ઈરાનમાં રાષ્ટ્રપતિ પદ માટે થયેલી ચૂંણીનનું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે અને તેમાં મસૂદ પેઝેશ્કિયાન ઈરાનના 9 મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે.તેમણે પોતાની નજીકના હરિફ સઈદ જલીલીને 30 લાખ જેટલા માટા માર્જિનથી હરાવ્યા છે.
સ્થાનિક અહેવાલો મુજબ ચૂંટણી વખતે 3 કરોડ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.અને તેમાં ઉદારવાદીની છાપ ધરાવતા પેઝેશ્કિયાન 1.64 કરોડ મત મળ્યા જ્યારે સામે જલીલીને 1.36 કરોડ મત મળ્યા હતા.નોંધનિય છે કે ગત 5 જુલાઈએ લગભગ 16 કલાક સુધી મતદાન થયુ અને તેમાં દેશના 50 ટકા લોકોએ ભાગ લીધો હતો.
– ક્યાથી સાંસદ બન્યા મસૂદ પેઝેશ્કિયાન ?
મહત્વનું છે કે 28 મે ના રોજ પ્રથન ચરણનું મતદાન થયુ હતુ.જેમાં પેઝેશ્કિયાને 42.5 ટકા જ્યારે જલીલીને 38.8 ટકા મત મળ્યા હતા.પહોલા ચરણમાં કોઈ પણ ઉમેદવારને બહુમતી મળી ન હતી.ત્યારે ઈરાનના બંધારણ મુજબ બે ટોપ પ્રતિસ્પર્ધિ વચ્ચે બીજા ચરણ માટે મતદાન યોજાય.અને તેમા જે ઉમેદવારને વધુ મત મળે તે દેશના નવા રાષ્ટ્રપતિ બને છે.નોંધનિય છે કે મસૂદ પેઝેશ્કિયાન પૂર્વ સર્જન અને હાલ દેશના આરોગ્ય મંત્રી છે.તેઓ તહરીજ બેઠકથી સાંસદ છે.તેઓ રાષ્ટ્રપતિ હસન રુહાનીના નજીકના માનવામાં આવે છે.મહત્વપૂર્ણ છે કે મસૂદ પેઝેશ્કિયાન ઈરાનમાં નૈતિક પોલીસિંગના નામે ઈસ્લામિક કટ્ટરવાદની વિરુદ્ધ છે.
– રઈસીના મોત બાદ યોજાઈ હતી ચૂંટણી
ઉલ્લેખનીય છે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું 19 મેના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું હતું. આ પછી દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા ઈરાનમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં રાયસી ફરીથી દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા.
SORCE : પાંચજન્ય