હાઈલાઈટ્સ :
- BCCI સેક્રેટરી જય શાહની વધુ એક મોટી આગાહી
- જય શાહે ફરી રોહિત શર્માની કપ્તાનીમાં વિશ્વાસ મૂક્યો
- ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશિપમા વધુ ટ્રોફી લાવશે
- ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમા જીતશે
- જય શાહનું સૂચક નિવેદન આગામી ટ્રોફમાં રોહિત શર્મા જ કપ્તાન
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં જ T20 વર્લ્ડ કપ જીત્યુ છે.જોકે તે પહેલા BCCI સેક્રેટરી જય શાહે આગાહી કરી હતી કે રોહિત શર્મા બાર્બાડોસની ધરતી પર ભારતીય ધ્વજ લહેરાવશે.અને ભારતીય ટીંમે શાનદાર પ્રદર્શન કરી જય શાહની આગાહીને સાચી પાડી હતી.ત્યારે હવે જય શાહે ફરી એકવાર મોટી આગાહી કરી છે.
BCCI સેક્રેટરી જય શાહે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારતીય ટીમ રોહિત શર્માની કપ્તાનીમાં આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTCની ફાઈનલ જીતશે.
જય શાહે કહ્યુ છે કે રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે ઐતિહાસિક પ્રદર્શન કર્યું અને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો.29 જૂને કેન્સિંગ્ટન ઓવલ,બ્રિજટાઉનમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું.ભારતીય ટીમે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો.આ પહેલા તેણે 2007ની સીઝનમાં T 20 વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
ફાઈનલ મેચમાં જીત સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહની આગાહી સાચી સાબિત થઈ. વાસ્તવમાં,જય શાહે પહેલેથી જ આગાહી કરી હતી કે રોહિત શર્મા બાર્બાડોસની ધરતી પર ભારતીય ધ્વજ લગાવશે.કેપ્ટન રોહિત શર્માએ પણ ખિતાબ જીત્યા બાદ મેદાન પર ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો.
હવે જય શાહે ફરી એક મોટી ભવિષ્યવાણી કરી છે. જય શાહે કહ્યું કે ભારતીય ટીમ રોહિત શર્માની કપ્તાનીમાં આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એટલે કે WTCની ફાઈનલ જીતશે.જય શાહના નિવેદનથી એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની કમાન સંભાળશે.ચેમ્પિયન્સ ટ્રોફી 50 ઓવરના ફોર્મેટની ટુર્નામેન્ટ છે.રોહિત T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્ત થયો છે,પરંતુ તે હજુ પણ બાકીના બે ફોર્મેટમાં કેપ્ટન છે.
જય શાહે એક વીડિયો સંદેશમાં કહ્યું,કે ‘ભારતીય ટીમને આ ઐતિહાસિક જીત માટે ખૂબ ખૂબ અભિનંદન.હું આ જીત કોચ રાહુલ દ્રવિડ,કેપ્ટન રોહિત શર્મા,વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને સમર્પિત કરવા માંગુ છું.છેલ્લા એક વર્ષમાં આ આપણી ત્રીજી ફાઈનલ હતી.જૂન 2023માં આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગયા હતા.નવેમ્બર 2023માં 10 જીત બાદ આપણે દિલ જીતી લીધું પણ કપ જીતી શક્યા નહીં.
જય શાહે એમ પણ કહ્યું, ‘મેં રાજકોટમાં કહ્યું હતું કે જૂન 2024માં અમે દિલ જીતીશું,કપ જીતીશું અને ભારતીય ધ્વજ પણ લહેરાવીશું અને અમારા કેપ્ટને ધ્વજ ફરકાવ્યો.આ જીતમાં છેલ્લી પાંચ ઓવરનો મોટો ફાળો હતો.હું આ યોગદાન માટે સૂર્યકુમાર યાદવ જસપ્રિત બુમરાહ,અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાનો આભાર માનું છું.આ વિજય પછી,આગામી સ્ટોપ WTC ફાઇનલ અને ચેમ્પિયન્સ ટ્રોફી છે.મને પૂરો વિશ્વાસ છે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં અમે આ બંને ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનીશું.
SORCE : આજતક