બુમરાહની સાથે રોહિત શર્મા અને રહેમાનુલ્લા ગુરબાઝને પણ જૂન મહિના માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. પરંતુ બુમરાહે આ બંને ખેલાડીઓને હરાવીને ICC પ્લેયર ઓફ ધ મંથનો ખિતાબ જીત્યો હતો.
હાઈલાઈટ્સ
- જસપ્રીત બુમરાહને મળ્યો ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ
- બોલર જસપ્રિત બુમરાહને જૂન મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કર્યો
- બુમરાહે તાજેતરમાં યોજાયેલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી હતી
- T-20 ટૂર્નામેન્ટમાં બુમરાહે 15 વિકેટ પણ લીધી હતી
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ અનુભવી બોલર જસપ્રિત બુમરાહને જૂન મહિના માટે પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ કર્યો છે. બુમરાહે તાજેતરમાં યોજાયેલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં શાનદાર બોલિંગ કરી હતી અને ટૂર્નામેન્ટમાં 15 વિકેટ પણ લીધી હતી. બુમરાહ પ્લેયર ઓફ ધ સિરીઝ પણ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે બુમરાહની સાથે રોહિત શર્મા અને રહેમાનુલ્લા ગુરબાઝને પણ જૂન મહિના માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. પરંતુ બુમરાહે આ બંને ખેલાડીઓને હરાવીને ICC પ્લેયર ઓફ ધ મંથનો ખિતાબ જીત્યો હતો.
બુમરાહે શું કહ્યું?
આઈસીસી મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ તરીકે પસંદ થવા પર બુમરાહે કહ્યું કે યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં કેટલાક યાદગાર અઠવાડિયા વિતાવ્યા બાદ આ મારા માટે ખાસ સન્માનની વાત છે. એક ટીમ તરીકે અમારી પાસે ઉજવણી કરવા માટે ઘણું બધું હતું, અને મને આ વ્યક્તિગત સન્માનને સૂચિમાં ઉમેરવાથી આનંદ થાય છે. બુમરાહે વધુમાં કહ્યું, હું અમારા કેપ્ટન રોહિત શર્મા અને રહેમાનુલ્લા ગુરબાઝને સમાન સમયગાળામાં તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે અભિનંદન આપવા માંગુ છું, અને હું વિજેતા તરીકે પસંદ થવા બદલ નમ્ર છું.