હાઈલાઈટ્સ :
- આખરે નેપાળામાં પણ સત્તા પરિવર્તનની બની સ્થિતિ
- સીપીએન-યુએમએલએ પ્રચંડ સરકારનુ સમર્થન પાછું ખેંચ્યુ
- નેપાળમાં પ્રચંડ સરકાર ફ્લોર પર વિશ્વાસ મત હારી
- વિશ્વાસ મત હારી જતા પુષ્પ કમલ દહલે આપ્યુ રાજીનીમુ
- NCA અને CPN-UML ગઠબંધન પાસે 167 બેઠકોનું સંખ્યાબળ
- નીચલા ગૃહમાં સરકાર બનાવવા 275 પૈકી 138 સભ્યોની જરૂર
- ઓલી આગામી રવિવારે પદ અને ગુપ્તતાના લઈ શકે છે શપથ
આખરે નેપાળમાં પણ પ્રચંડ સરકાર પડી ભાંગી છે.ત્યારે અહી વધુ એક રાષ્ટ્રમાં સત્તા પરિવર્તનની સ્થિતિ આવી છે.જી હા મિત્રો નેપાળમાં વિશ્વાસ મત હારી જતા પ્રચંડ સરકાર લઘુમતીમા આવી જેથા વડાપ્રધાન પદેથી પુષ્પકમલ દહલે રાજીનામુ આપી દેવાની ફરજ પડી છે.
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે, પ્રચંડ સંસદમાં વિશ્વાસ મત ગુમાવી ચૂક્યા છે.19 મહિના સુધી સત્તામાં રહ્યા બાદ હવે તેમને પદ છોડવું પડ્યું.ગત સપ્તાહે જ પૂર્વ વડાપ્રધાન કે.પી.શર્મા ઓલીની આગેવાની હેઠળના સીપીએન-યુએમએલએ પ્રચંડ સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું.ઓલી અને નેપાળી કોંગ્રેસ એટલે કે NC નેતાઓએ શુક્રવારે વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ના ફ્લોર ટેસ્ટ પહેલા નવી ગઠબંધન સરકારની રચના પર વિચાર મંથન કર્યું. નોંધનિય છે કે NC પ્રમુખ શેર બહાદુર દેઉબા પહેલા જ નેપાળના આગામી વડાપ્રધાન તરીકે ઓલીને પોતાનું સમર્થન આપી ચૂક્યા છે.
આ પાંચમી વખત હતું જ્યારે પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ને સંસદમાં અવિશ્વાસ મતનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ, તેઓ ચાર પ્રયાસોમાં વિશ્વાસ મત મેળવવામાં સફળ રહ્યા હતા.દહલના સૌથી મોટા ગઠબંધન પાર્ટનર CPN-UMLએ 3 જુલાઈએ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. 25 ડિસેમ્બર, 2022ના રોજ પીએમ બન્યા બાદ દહલ લઘુમતી સરકારનું સતત નેતૃત્વ કરી રહ્યા હતા.અને લગભગ 19 મહિના પછી તેમની સરકાર પડી.69 વર્ષીય પ્રચંડને 275 સભ્યોની હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 63 વોટ મળ્યા હતા.પ્રસ્તાવના વિરોધમાં 194 મત પડ્યા હતા. વિશ્વાસ મત જીતવા માટે ઓછામાં ઓછા 138 મતો જરૂરી છે.
નેપાળના નીચલા ગૃહમાં સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ સાથે સત્તા વહેંચણી સમજૂતી કર્યા બાદ કે.પી.શર્મા ઓલીની પાર્ટીએ વર્તમાન સત્તારૂઢ ગઠબંધનમાંથી પોતાને બહાર કાઢી લીધા છે. આ સ્થિતિમાં, પ્રચંડની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ એટલે કે માઓવાદી કેન્દ્ર પાસે માત્ર 32 બેઠકો છે,જ્યારે CPN-UML પાસે 78 બેઠકો છે અને નેપાળી કોંગ્રેસ પાસે 89 બેઠકો છે. NCA અને CPN-UML ગઠબંધન પાસે હવે 167 બેઠકોનું સંખ્યાબળ છે.
નેપાળના 275 સભ્યોના નીચલા ગૃહમાં સરકાર બનાવવા માટે 138 સભ્યોની જરૂર છે,જ્યારે NCA અને CPN-UML ગઠબંધન પાસે 167 સભ્યોની સંખ્યા છે,જે નીચલા ગૃહમાં બહુમતીના આંકડા કરતાં ઘણી વધારે છે.જેના કારણે આશા જાગી છે કે દેઉબા અને ઓલી ફરી સત્તામાં આવી શકે છે.NECA અને CPN-UML વચ્ચેના કરાર અનુસાર, ઓલી અને દેઉબા ત્રણ વર્ષ માટે રોટેશન દ્વારા પીએમ પદ સંભાળશે. નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા પહેલાથી જ ઓલીને આગામી વડાપ્રધાન તરીકે સમર્થન આપી ચૂક્યા છે.
હવે પ્રચંડ વિશ્વાસ મત જીતવામાં નિષ્ફળ ગયા પછી,ઓલી શનિવારે વડાપ્રધાન બની શકે છે અને રવિવારે પદ અને ગુપ્તતાના શપથ લઈ શકે છે.પાર્ટી સચિવાલયમાં ઓલીએ કહ્યું કે નેપાળના વિકાસ માટે બે મોટા રાજકીય પક્ષો વચ્ચે ગઠબંધન જરૂરી છે.બીજી તરફ વર્તમાન પીએમ પ્રચંડે આરોપ લગાવ્યો કે ઓલીએ તેમની સાથે બિનજરૂરી રીતે દગો કર્યો છે.
SORCE : આજતક