મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર શહેરમાં ઓછામાં ઓછા 50 યુવાનો પ્રતિબંધિત આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ISISના સંપર્કમાં છે. આ મામલામાં ધરપકડ કરાયેલા આરોપી ઝોએબ ખાન મોહમ્મદ વિરુદ્ધ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ચાર્જશીટમાંથી આ માહિતી મળી છે.
હાઈલાઈટ્સ
- મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં 50 યુવાનો ISISના સંપર્કમાં
- છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં ધાર્મિક કટ્ટરવાદના નામે આતંકવાદ ફેલાવનાર ISISનું નેટવર્ક સક્રિય
- NIAની ટીમે 15 ફેબ્રુઆરીએ છત્રપતિ સંભાજીનગર શહેરમાં દરોડા પાડ્યા હતા
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર શહેરમાં ઓછામાં ઓછા 50 યુવાનો પ્રતિબંધિત આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ISISના સંપર્કમાં છે. આ મામલામાં ધરપકડ કરાયેલા આરોપી ઝોએબ ખાન મોહમ્મદ વિરુદ્ધ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ચાર્જશીટમાંથી આ માહિતી મળી છે. NIAએ ચાર્જશીટમાં કહ્યું છે કે છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં ધાર્મિક કટ્ટરવાદના નામે આતંકવાદ ફેલાવનાર ISISનું નેટવર્ક વધી ગયું છે.
NIAની ટીમે 15 ફેબ્રુઆરીએ છત્રપતિ સંભાજીનગર શહેરમાં દરોડા પાડ્યા હતા અને હરસુલ વિસ્તારમાંથી ઝોએબ ખાન મોહમ્મદની ધરપકડ કરી હતી. NIAની ટીમ ઝોએબની સઘન પૂછપરછ કરી રહી છે. ચાર્જશીટ મુજબ, ઝોએબ ખાન લિબિયાના ISIS સંગઠનના એક ઓપરેટિવ શોએબના સંપર્કમાં હતો અને ભારતમાં મોટા ઓપરેશનને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો. આ માટે લિબિયાથી શોએબને પૈસા પણ મોકલવામાં આવ્યા હતા. આ પૈસાનો ઉપયોગ કરીને શોએબ છત્રપતિ સંભાજીનગરના યુવાનોને ISIS સાથે જોડવાનું કામ કરતો હતો. શોએબ ભારતમાં મોટું ઓપરેશન કરીને અફઘાનિસ્તાન અથવા તુર્કી ભાગી જવાની તૈયારી પણ કરી રહ્યો હતો, પરંતુ અંત સુધી પહોંચે તે પહેલા જ NIAએ તેના ષડયંત્રનો પર્દાફાશ કરી દીધો.